રાધનપુર તાલુકાના જોરાવર ગંજ ગામના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

રાધનપુર તાલુકાના જોરાવર ગંજ ગામના ખેડૂતો દ્વારા ખેતી માટે પાણી ના   પ્રસનો ને લઈ નાયબ કલેકટર કચેરી રાધનપુર આવી પ્રાંત આધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમણે રજુઆત કરી હતી કે  ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી કેમકે આ વિસ્તારમાં નર્મદા નિગમ દ્વારા કોઈ કેનાલ બનાવવામાં આવી નથી કેનાલ ના હોવાથી ખેતીમાં સિંચાઈ માટે પાણી મળતું નથી તો નર્મદાના નિગમ કેનાલ બનાવીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપે તેવી માંગણી આવેદનપત્ર માં કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે અમારી રજુઆત મુજબ નર્મદા નિગમ દ્વારા કેનાલ બનાવી પાણી આપવામાં નહીં આવે તો આવનારી ૨૦૨૨ ની વિધાનસભામાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published.

error: