રાધનપુર માં ઘર થી વિખુટા પડેલ માનસિક તકલીફ વાળા યુવાન ને સ્વજનો સાથે કરાયો મીલાપ

રાધનપુર પોલીસ અને સેવા ભાવિ લોકો દ્વારા ઘર થી વિખુટા પડેલ માનસિક તકલીફ વાળા યુવાન ને સ્વજનો થી મિલાવવામાં આવ્યો સોહનલાલ હરિરામ ગોદારા, ગામ સોનડી તાલુકા સેડવા. જિલ્લા બાડમેર થી ૭ ફેબ્રુઆરી ના રોજ દવા લેવા ડીસા મુકામે ગયેલ માનસિક તકલીફ ના કારણે ભૂલા પડી જતાં અને ત્યાર બાદ તેનો મોબાઈલ બંધ આવેલો મોબાઈલ નું છેલ્લું લોકેશન તપાસ કરાવતાં રાધનપુર નું આવેલ, ત્યારબાદ તેમના ભાઈઓ અને સ્વજનો રાધનપુર મુકામે બે દિવસ રોકાઈ શોધ પણ કરી પણ યુવાન મળી આવેલ નહિ ત્યારબાદ રાધનપુર ના અમરજીવન સમર્પણ ના સદસ્ય હરેશભાઇ ઠક્કર ને ભાવેશભાઈ ઠાકોર સાહેબ દ્વારા મૅસેંજ મળેલ કે રાધનપુર માં રેલ્વે વિસ્તાર માં એક મારવાડી ભાસા બોલતો ઈસમ ફરી રહેલ છે.તેને પોલીસ સ્ટેશન માં લાવી પોલીસ સ્ટાફ લાખાજી ભાઈ,તથા પ્રતાપસિંહ, અને હેતુભા દરબાર કાઉસીનિંગ કરતા આ સોહનલાલ ને તેના સ્વજનો દ્વારા હરેશભાઇ ને આપેલા નંબર દ્વારા વાત ચીત કરતાં તે અસ્થિર મગજ નો યુવાન રાજસ્થાન નો હોઈ પોલીસ અને સેવા ભાવિ લોકો દ્વારા મોડી રાત્રે સ્વજનો ને સુપ્રત કરેલ,રાધનપુર પોલીસ અને સેવાભાવી હરેશભાઇ દ્વારા અત્યાર સુધી વિખુટા પડેલ કેટલાય લોકો ઘર સુધી પહોંચાડેલ છે.