ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એક્સનમાં રાધનપુર નગરપાલિકાના કથળતા વહીવટ ની અઢળક ફરીયાદો મળતાં રાખશે સીધી નજર 

રાધનપુર નગરપાલિકા માં જ્યાર થી ઘન કચરાનું ૭૮ લાખ નું પેમેન્ટ એજન્સી ને પ્રમુખ દ્વારા ચુકવવામાં આવ્યું છે ત્યાર થી કોંગ્રેસ ના બાકી ૧૫ સદસ્યોમાં પ્રમુખ પ્રત્યે વિરોધ નો વંટોળ થમતો નથી જેનો સીધો ભોગ રાધનપુર શહેર ની જનતા બની રહી છે ત્યારે બીજીબાજી ન.પા.માં પણ છેલ્લા ઘણા સમય થી રેગ્યુલર ચિફઓફિસર કે એસ.આઈ .નથી સુપરવાઈઝર પણ એક મહિના ની રજા ઉપર છે જવાબદારો કર્મચારીઓ હાજર ના હોઈ અને બીજીબાજુ ચુંટાયેલા કોંગ્રેસ પક્ષના સદસ્યોના અંદરો અંદર ના વિખવાદ ને લઈ પાણી ની સમસ્યા , સફાઈ ની સમસ્યા તેમજ વિકાસ ના કામો થંભી ગયા છે જેને લઈ શહેરી જનો ત્રાહિમામ પોકારી ગયા છે

ત્યારે જાણવા મળ્યા મુજબ ગામનો વિકાસ રૂંધાતા અને અંદરો અંદર ના સદસ્યો નો વિખવાદ વારંવાર મીડિયામાં આવતા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એક્સનમાં આવી ગયા છે અને ટુંક સમયમાં પ્રમુખ તેમજ સદસ્યો ને બોલાવી જે અંદરો અંદર નો વિખવાદ છે તેનો અંત લાવશે અને પહેલા ની જેમ રાબેતા મુજબ પાણી અને સફાઈ ની સમસ્યા અને બીજી અનેક લોકોને પડતી સમસ્યાનો નિકાલ કરવામાં આવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ચારેબાજુ રાધનપુર શહેર ના લોકોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે કે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રાધનપુર ,સાંતલપુર કે સમી ના ખુડુતોના કેનાલો ના પ્રસનો હોય કે લોકોના કોઈ બીજા અનેક પ્રસનો હોય તેની ગાંધીનગર કચેરીએ રજુઆત કરી ને અનેક પ્રસનોનો નિકાલ લાવ્યા છે ત્યારે રાધનપુર શહેર ના લોકોની માંગ છે કે નગરપાલિકાના જેટલા પણ વિકાસ ના કામો પેન્ડિંગ પડ્યા છે તે પણ પુરા કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: