રાધનપુર ન.પા.કોંગ્રેસમાં ઘમાસાણ ૯૮ લાખના ચુકવેલ બીલ ને લઈ ૧૫ કોંગ્રેસના અસનતુષ્ટ સદસ્યો મેદાનમાં 

રાધનપુર નગરપાલિકામાં જ્યાર થી ઘન કચરાનું ૭૮ લાખ નું બીલ નું ચુકવણું પ્રમુખ તેમજ ચિફઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે ત્યાર થી કોંગ્રેસ ના ચુંટાયેલા સદસ્યોમાં ઘમાસાણ મચી ગયો છે જેમાં કોંગ્રેસના ચાલું સત્તા ના ૧૫ સદસ્યોએ પ્રાદેશિક કમિશનર ,ગાંધીનગર ની કચેરી તેમજ ઉપલી કચેરીએ લેખિતમાં રજુઆતો પણ કરી છે લોકોમાં તેમજ સદસ્યોમાં ચર્ચાઓ મુજબ ઘમાસાણ મચવાનું કારણ એકજ છે પ્રમુખ મહેશ અદા થી અસન્તોસ.જ્યારે આ ઘન કચરાનું ૭૮ લાખ નું બીલ નું ચુકવણું કરવામાં આવ્યું ત્યારે પ્રમુખ મહેશ અદા દ્વારા કોંગ્રેસ ના એકપણ સદસ્ય ને વિશ્વાસમાં ના લેતાં ૧૫ કોંગ્રેસના સદસ્યો માં વિરોધ નો વંટોળ ઉભો થયો છે કોંગ્રેસ ના ૧૬ સદસ્યો લોકો દ્વારા ચુંટી ને ન.પા.માં મોકલેલ છે તેમાં ૧૫ સદસ્યો પ્રમુખ ના વિરોધ માં છે 

હાલે રાધનપુરમાં પ્રમુખ દ્વારા ચુકવેલ ૭૮ લાખ નું ધન કચરાનું બીલ ની ચર્ચા તેમજ પાણી ની સમસ્યા ,સફાઈ ની સમસ્યા થી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. ચારે બાજુ લોકોમાં એક જ ચર્ચાઓ જોવા મળી રહી છે કે આ પ્રમુખ આવ્યા પછી વિકાસના કોઈ કામો કરવામાં આવ્યા નથી બધા કામો વિલંબમાં પડી ગયા છે 

ત્યારે લોકોમાં ચર્ચાઓ મુજબ ન.પા.ના પ્રમુખ નો આ રીત નો વહીવટ રહેશે તો આવનાર ધારાસભ્ય ની ચુંટણી માં સીટી વિસ્તારમાં કોંગ્રેસ ને મોટો નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે 

ત્યારે લોકો ની ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પાસે એવી માંગ છે કે પ્રમુખ મહેશ અદા નો અણઘડત વહીવટ ને લઈ બીજો કોઈ વિકલ્પ વિચારી ને તમામ સદસ્યો ને સાથે રાખી ચાલે તેવા સદસ્ય ને પ્રમુખ ની ગાદી ઉપર બેસાડે. વધુમા આ અણઘડત વહીવટ ને લઈ રાધનપુર ના લોકોમાં કોંગ્રેસ પ્રત્યે અસંતોસ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેમાં પણ ગામની જે સમસ્યાઓ છે જેવી કે પાણી ની સમસ્યા ,સફાઈ ની સમસ્યા નો ઝડપી નિકાલ થાય જેથી લોકો ને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ બેઠો થાય,ત્યારે પ્રમુખ તેમજ ચિફઓફિસર દ્વારા આ ઘન કચરાના ૭૮ લાખ નું બીલ ચુકવી દેતા ભાજપ શહેર પ્રમુખ , ન.પા.વિરોધ પક્ષ ના નેતા પ્રકાશ ભાઈ દક્ષિણી  તેમજ ભાજપ ના સદસ્યો ,કાર્યકરો દ્વારા પણ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાં માંગણી કરવામાં આવી હતી ત્યારે હવે રાધનપુર શહેર ના લોકો ની નજર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ઉપર છે કે પ્રમુખ બાબતે તે ઓ શુ નિર્ણય લે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: