રાધનપુર માં ગંદકી ની સમસ્યાને લઈન.પા. કારોબારી ચેરમેન એક્સનમાં

ન.પા.પ્રમુખ મહેશ અદા દ્વારા વિવાદાસ્પદ ઘન કચરા નું ૯૮ લાખ નું ચુકવેલ પેમેન્ટ ને લઈ ચાલું સત્તા કોંગ્રેસના ૧૫ સદસ્યો પણ પ્રમુખના વિરોધમાં રાધનપુર શહેર ઘણા સમય થી પીડાય છે ત્યારે એવું લાગે છે કે ચારેબાજુ થી ગંદકી એ રાધનપુર ને બાન માં લીધું હોય તેવું દેખાઈ રહ્યું છે અને જેની ચર્ચાઓ પણ ચારેબાજુ લોકોમાં જોવા મળી રહી છે ત્યારે નગરપાલિકા ના પ્રમુખ મહેશ અદા ને તો પાણી ની સમસ્યા હોય કે સફાઈ ની સમસ્યા તેમાં જાણે કોઈ રસ ના હોય તેમજ તેમને તો જાણે ભ્રષ્ટાચાર કરી ઘન કચરા ની 98 લાખ જેવી માતબર રકમ ચુકવવામાં જ રસ હોય તેવું દેખાઈ આવે છે તે બાબત ના આક્ષેપો ન.પા.ના ચાલું સત્તા પક્ષ તેમજ વિરોધ પક્ષ ના નેતાઓ કરી ચુક્યા છે આ થયેલ આક્ષેપો ને લઈ તેમજ પ્રમુખ મહેશ અદા ના અનઆવડત વહીવટ ને લઈ રાધનપુર શહેર ના લોકોમાં ચર્ચાઓ મુજબ કોંગ્રેસ ને આવનાર વિધાનસભા ચુંટણી માં ભારે નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે તેમ છે ત્યારે ન.પા.ના ચુંટાયેલા સદસ્યો ની તેમજ શહેર ના લોકોની માંગ છે કે રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તાત્કાલિક ન.પા.માં ચાલતા અનઘડત વહીવટ ને લઈ પોતે ધ્યાન આપી શહેર ની સમસ્યા રોડ,રસ્તા,પાણી,અને સફાઈ બાબતે ધ્યાન આપે અને જરૂર પડે તો બદનામ થતી કોંગ્રેસ પાર્ટી ને બચાવવા માટે પ્રમુખ મહેશ અદા નું રાજુનામું લઈ કામ કરે તેવા નવીન પ્રમુખ ની નિમણુંક કરે. ત્યારે હાલે નવીન કારોબારી પ્રમુખ તરીકે નિમાયેલા હરદાસ ભાઈ આહીર દ્વારા સેનિટેશનના પ્રમુખ અહેમદ ભાઈ ને સાથે રાખી જે સી બી ,ટ્રેક્ટરો સાથે રાખી પાણીની ટાકી પોસ્ટ ઓફીસ બાજુનો કચરાનો સ્ટેન્ડ,હાઇવે,જે પી કુમાર શાળા પાસેનો કચરાનો સ્ટેન્ડ ઉપડાવી સફાઈ કરાવી હતી તેઓની કામગીરી ને ગામ લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી