રોજગાર પ્રાપ્તિ માટે તાલીમ આપી અળસિયાં ના ખાતરમાંથી રોજગારી મેળવવા સાથે ઓચ્છા ખર્ચમાં મોડેલ ઊભા કરી બહેનો અને ખેડૂતોને સ્વનિર્ભર બનાવતું રિલાયન્સ ફાઉન્ડેશન

રિલાયન્સ ફાઉન્ડેશન પાટણ જીલ્લાના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી ગ્રામીણ વિકાસના વિવિધ કાર્યો કરી રહ્યું છે જેમાં પંચાયતનું સશક્તિકરણ. ખેતી સુધારણા. પાણીની બચત. સ્થાનિક અને ગ્રામીણ સંગઠનો ને મજબૂત કરવા માટે તાલીમ અને પ્રવાસ. સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ સાથે સંકલન. રોજગારી ની સમસ્યા નિવારણ માટે વિવિધ કાર્યો અને સરકારની વિવિધ યોજનાઓને ગ્રામીણ સમુદાય સુધી પહોંચાડીને લોક ઉપિયોગી બને તેમજ લોકો ની જરૂરિયાત મુજબ ના વિવિધ પ્રોગ્રામ સાથે  આફતના સમયમાં પણ લોકોને મદદરૂપ બની વિવિધ કાર્યો કરી સંપૂર્ણ ગ્રામીણ વિકાસ ના ઉમદા અભિગમ સાથે ગામોને આદર્શ ગામ બનાવવા પ્રયત્ન કરે છે

ગ્રામીણ પરિવર્તન કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ સમસ્યાના નિરાકરણ માટે રિલાયન્સ ફાઉન્ડેશન વિવિધ પ્રકારના મોડેલ ઊભા કરી ઓચ્છા બજેટમાં સમસ્યાઓનું સમાધાન કરવા પ્રયત્ન કરેછે જેના કારણે એ મોડેલ લોકોને પરવડે અને લોક ઉપીયોગી બને અને ભવિષ્યમાં આ મોડેલ ને સરકાર અને બીજી સંસ્થાઓ અપનાવી વધુ પ્રમાણ માં વિકાસના કાર્યો થાય એવા હેતુ સાથે ગ્રામીણ લોકો ને સ્થાનિક રોજગાર પ્રાપ્તિ અને વધારાની આવક મેળવવા હાલ માં સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકા ના ૨૦ જેટલા મહિલા મંડળ સાથે અને ૨૦ જેટલા ખેડૂતો સાથે વ્યક્તિગત રીતે રોજગારીની સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક રોજગારને પ્રાધાન્ય આપવા અને ખેતી સંલગ્ન કાર્ય કરી રોજગાર પ્રાપ્તિ માટે અળસિયાનું ખાતર બનાવવાની તાલીમ આપી મહિલા મંડળ સાથે માત્ર ૧૦ હજારની રકમથી જૂથમાં રોજગારી મેળવી શકે તેવા મોડેલ બનાવવામાં આવ્યા છે તેમજ ૨૦ જેટલા ખેડૂતો સાથે વ્યક્તિગત ડેમો કરેલ જેમાં માત્ર ૩૦૦૦ હજાર ના ખર્ચમાં પ્લાસ્ટિક બેગમાં વર્મી કંપોસ્ટના મોડેલ ઊભા કરેલછે 

જેમાં ૧૦૦ જેટલી બહેનો અને ૨૦ જેટલા ખેડૂત ભાઈઓને સીધી રોજગારી પ્રાપ્ત થશે અળસિયાના ખાતરથી જમીન સુધારણા થશે ક્ષાર નિયંત્રણમાં પણ ખૂબ ઉપિયોગી થશે અને ગાય અધારીત ખેતી જૈવિક ખેતી અને ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે તેમજ આ યોજનાને સરકારશ્રી ની મનરેગા યોજના સાથે સંકલન કરી વધુમાં વધુ બહેનો અને ખેડૂતને લાભ મળે એવા પ્રયત્ન હાથ ધરવામાં આવશે તેમજ સમી શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકાના ના ખેડૂત ભાઈઓ યુવાનો અને મહિલા મંડળને ખેતી સુધારણા ઉકરડાના ખાતરને ડી કંપોસ્ટ કરવા અળસિયાંનું ખાતર બનાવવા અળસિયા ખરીદવા વેચવા સાથે ગ્રામીણ વિકાસ ની કોઈ પણ કામગીરીની માહિતી માર્ગદર્શન માટે આપ રિલાયન્સ રિલાયન્સ ફાઉન્ડેશન નો સંપર્ક કરી શકોછો એવું રિલાયન્સ ફાઉન્ડેશન ના ટીમ મેમ્બર વ્રજલાલ રાજગોર (મો ૮૫૧૧૧૫૬૮૬૪) દ્વારા જણાવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: