બે થી ચાર દિવસમાં ગટર ની સમસ્યાનો નિકાલ કરવામાં આવશે:- ન.પા. કારોબારી અધ્યક્ષ હરદાસભાઈ આહીર

રાધનપુર ના ઘાંચી મસ્જિદ થી મીરાં દરવાજા રોડ ના વિસ્તાર ની ગટર ની સમસ્યા વર્ષો જુની છે અવર નવર આ વિસ્તારોમાં ગટર નું ગંદુ પાણી ઉભરાતા રાહદારીઓ તેમજ ત્યાંના વિસ્તારના રહીશો ને હાલાકી નો સામનો કરવો પડે છે વારંવાર આ ગટર નું ગંદુ પાણી રોડ ઉપર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ખાસ વાતતો એ રહી કે આ જાહેર રસ્તા ઉપર બે મંદિર અને એક મસ્જિદ આવેલી છે

આ વર્ષો જુની સમસ્યાને હલ કરવાં માટે નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષમાંથી ચુંટાયેલા અને તાજેતરમાજ કારોબારી સમિતિ ના ચેરમેન થનાર હરદાસભાઈ આહીર ને આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા રજુઆતો કરતાં કારોબારી ચેરમેન દ્વારા સ્થળ ની મુલાકાત લીધી હતી અને આ ઉભરાતી ગટર ની સમસ્યાનો હરદાસભાઈ દ્વારા બે થી ચાર દિવસમાં નિકાલ લાવવાની બાંહેધરી આપી હતી જેને લઈ આજુબાજુ ના લોકો દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો ત્યારે બીજીબાજુ ત્યાંના સ્થાનિક જમાલ ભાઈ ઘાંચી ના કહેવા મુજબ અમે વર્ષો થી રજુઆતો કરી રહ્યા છીએ છતાં આજદિન સુધી આ સમસ્યાનો નિકાલ નથી આવતો ત્યારે નવા નિયુક્ત કરાયેલા ન.પા.કારોબારી ચેરમેન હરદાસભાઈ આહીર આ કાયમી ગટર ના ગંદા પાણી થી પીડાતા પ્રસન્નો નિકાલ લાવે છે કે નહીં એ તો આવનારો સમયજ બતાવશે.
ત્યારે ગટર ની સમસ્યાની રજુઆત થતાં સ્થળ ઉપર ન.પા. કર્મચારી હિતેશભાઈ ચૌધરી ન.પા.સદસ્ય તેમજ સેનિટેશન ચેરમેન એહમદ ભાઈ ઘાંચી , સદસ્ય રસુલખાન બલોચ ,જમાલભાઈ ઘાંચી ,રફીકભાઈ ઘાંચી(ટાઇગર), શબ્બીરભાઈ ઘાંચી તેમજ અનેક લોકો હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published.

error: