રાધનપુર નગરપાલિકા માં કારોબારી ચેરમેન તરીકે હરદાસ આહીર ની કરાઈ નિમણુંક

રાધનપુર નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઇ હતી તેમાં એજન્ડામાં ચાર મુદ્દા નો કરાયો હતો સમાવેશ તાજેતરમાં કોંગ્રેસના ગણેશ ભાઈ ઠાકોરે કારોબારી ચેરમેન માથી રાજીનામુ આપીદેતાં નવીન કારોબારી ચેરમેન ની નિમણુંક કરવામાં આવી હતી જેમાં મુદ્દા નંબર ચાર માં નવીન કારોબારી ચેરમેન ની નિમણુંક કરવાનો હતો ત્યારે મુદ્દા નંબર ચાર ની ચર્ચા શરૂ થતાં કોંગ્રેસ ભાજપ બંને દ્વારા સંમતી આપી ચાલું સત્તા કોંગ્રેસના સદસ્ય હરદાસ ભાઈ આહીર ની સર્વ સંમતી થી કારોબારી ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી નવા વરણી કરાયેલા ચેરમેન હરદાસભાઈ આહિરે જણાવ્યું હતું કે તમામ સદસ્યોએ મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે તેમાં હું રાધનપુરમાં વિકાસના કામ કરવામાં કોઈ કસર નહી છોડું .ખાસ અગત્ય ની વાત તો આ સામાન્ય સભામાં એ રહી કે નગરપાલિકાના ઉપ પ્રમુખ કાનજી ભાઈ પરમાર કે જેઓ ની તબિયત સારી ના હોવા છતાં એક દિવસ પહેલાજ દવાખાના માથી તેમને રજા આપી હોવા છતાં પાર્ટી માટે તેઓએ સામાન્ય સભામાં હાજરી આપી હતી

કારોબારીની રચના ને લઇ કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ના પી એ દેવજીભાઈ, કોંગ્રેસ શહેર પ્રમુખ ડો. ઝુલા સાહેબ ,ભાવેશભાઈ શાહ મહેબુબ ભાઈ મલેક , કોંગ્રેસ તાલુકા પ્રમુખ હમીરજી ઠાકોર, ઇમરાન શેખ તેમજ અનેક કોંગ્રેસ ના કાર્યકરો હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published.

error: