રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશ અદા રજા ઉપર જતાં પ્રમુખ નો ચાર્જ ઉપ પ્રમુખ કાનજી ભાઈ પરમાર ને સોંપવામાં આવ્યો

રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ મહેશ અદા તા.૩ માર્ચ થી ૧૨ એપ્રિલ સુધી ની રજા ઉપર જતાં ન.પા.પ્રમુખ નો ચાર્જ ઉપ પ્રમુખ કાનજી ભાઈ પરમાર ને સોંપવામાં આવ્યો હતો જ્યારે વિધિસર પ્રમુખ નો ચાર્જ આજે કાનજી ભાઈ પરમારે સંભાળી લીધો હતો પ્રમુખ મહેશ અદા એ લેખીતમાં જણાવ્યું હતું કે હું ધંધાકીય કામમાં વ્યસ્ત હોવાથી કામમાં હાજર રહી શકું તેમ નથી ત્યારે બીજીબાજુ વિકાસ ના ઘણા કામો પેન્ડિંગ છે પાણી,સફાઈ ની પણ સમસ્યાઓ શહેર માં ઘણી બધી છે તે ને લઈ લોકોની પણ ચાર્જમાં આવેલ પ્રમુખ કાનજી ભાઈ પરમાર પાસે માંગ છે કે જેટલા બને તેટલા શહેર ના પડતર પ્રસનોનો ઝડપી નિકાલ લાવે જેથી શહેર ના લોકો ને રાહત થાય