કોંગ્રેસ ના સદસ્યોનો વિરોધ નો વંટોળ અને લોકોની ફરિયાદો ને લઈ નગરપાલિકામાં આવતી કાલે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ લોકોની ફરીયાદ સાંભળશે

રાધનપુર નગરપાલિકા નો વહીવટ પાણી ,સફાઈ ની કામગીરી જેવાં અનેક  કામો ખોરંભે ચડી ગયા છે જેને લઈ રાધનપુર શહેર ના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે નથી કોઈ રેગ્યુલર ચિફઓફિસર ,  એસ.આઈ.કે સુપરવાઈઝર અને એમાય પાછું ૯૮ લાખ નું ઘન કચરા નું પેમેન્ટ ચિફઓફિસર તેમજ પ્રમુખ દ્વારા ચુકવી દેતાં ચાલું સત્તા ના ૧૫ સદસ્યો નો વિરોધ નો વંટોળ .અવર નવર આ ફરિયાદો મીડીયા માં આવતાં રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એક્સનમાં આવી ગયાં છે ત્યારે તેમણે તાત્કાલિક નગરપાલિકા ના કામો ની સમસ્યા, સદસ્યો નો અંદરો અંદર નો વિરોધ દુર કરવાં માટે તેમજ ગામ ની સમસ્યા જેવીકે પાણી,સફાઈ જેવાં અનેક લોકો ના કામો ની ફરીયાદ સાંભળવા માટે આવતી કાલે એટલે ૨૦ ફેબ્રુઆરી ના રવિવાર ના રોજ નગરપાલિકામાં સમય સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે હાજર રહેશે એમાં રાધનપુર શહેર ના હીતના કામો તેમજ લોકો ના નગરપાલિકા લગતા કામ ની જે પણ સમસ્યા હશે તે સાંભળી નિકાલ કરવામાં આવશે.ત્યારે લોકોની નજર પ્રમુખના વિરોધમાં ગયેલ ૧૫ સદસ્યો ઉપર છે કે તેઓ ધારાસભ્ય ને પોતાની રજુઆત કઈ રીતે કરે છે અને ધારાસભ્ય ૧૫ સદસ્યો ને સાંભળી નિર્ણય શુ કરે છે ત્યારે નગરપાલિકામાં રઘુભાઈ દેસાઈ ના હાજરી આપવાનાં આવતી કાલના કાર્યક્રમ ને લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published.

error: