રાધનપુર નગરપાલિકાના પ્રમુખ કાનજી ભાઈ પરમાર ની કર્મચારીઓ ની ખાલી જગ્યા ભરવાની રજુઆત ને લઈ અગ્રસચિવશ્રી ,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ,ગાંધીનગર ને જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું

રાધનપુર ન.પા.માં ઘણા સમય થી રેગ્યુલર ચીફ ઓફિસર ,સેનેટરી ઇન્સ્પેકટર ,ટાઉનપ્લાંર અને એન્જીનીયર ની જગ્યાઓ ખાલી છે જેને લઈ શહેર ની પાણી,સફાઈ જેવી અનેક સમસ્યાઓ નો નિરાકરણ કરવામાં તેમજ વહીવટ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જગ્યા ખાલી હોવાથી શહેર ની સમસ્યાઓ નો નિકાલ થઈ શકતો નથી .ત્યારે રાધનપુર ન.પા.ના પ્રમુખ કાનજી ભાઈ પરમાર દ્વારા રાજ્યકક્ષા ના મંત્રી ,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ કચેરી ગાંધીનગર રજુઆત કરતાં કચેરી દ્વારા અગ્ર સચિવશ્રી, ,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર ને તા,5 માર્ચ 2022 ના રોજ પ્રમુખ ની રજુઆત મુજબ નિયમાનુસાર ની જરૂરી કાર્યવાહી કરવાં માટે જણાવ્યું છે શહેર ની ચિંતા કરનાર પ્રમુખ કાનજી ભાઈ પરમાર ની રજુઆત ને શહેર ના લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: