પાટણ જીલ્લા ના ચાર તાલુકા નો સંયુક્ત વિશ્વ મહિલા દિવસ કાર્યક્રમ

રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર  કેવીકે સમોડાં અને સમાજ સેવી  સંસ્થાઓ તેમજ સરકારી વિભાગ ના સહયોગ થી સંયુક્ત આયોજન

૮ મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિતે પાટણ જીલ્લા માં કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર અને કેવીકે સમોડા મારગ સંસ્થા એન.આર.એલ.એમ વિભાગ અને આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા સંયુક્ત આયોજન થી રાધનપુર સાંતલપુર સમી અને સંખેશ્વર તાલુકા ની મહિલાઓ સાથે રાધનપુર ના પિંડારિયા હોલ માં વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી. મહિલા દિવસ નિમિત્તે મહિલા વિકાસ સંદભૅ કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન ની આ વર્ષ ની થીમ બ્રેક ધ બાયસ સાથે કાલ ના ટકાઉ ભવિષ્ય માટે આજે જાતીય સમાનતા ખૂબ જરૂરી વિષય ને પ્રાથમિકતા આપવા સાથે કેવિકે સમોડાની થીમ કૌશલ્ય અને જ્ઞાન સાથે મહિલા ખેડૂતોનું સશક્તિકરણને ધ્યાનમાં રાખી મહિલાઓને જાગૃત અને પ્રેરિત કરવામાં આવ્યા.

કાર્યક્રમ ની શરૂઆત કરતા ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી ત્યારબાદ  ઉપસ્થિત મહેમાનો નું સાલ થી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમને આગળ વધારતા કેવીકે સામોડા ના કૃષિ નિષ્ણાંત હીનાબેન દ્વારા મહિલા દિવસ નો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો તેમજ તેમની સંસ્થા દ્વારા મહિલા વિકાસ ના કાર્યો ની સમજ આપેલ જયરામભાઈ રબારી દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન નો પરિચય આપતાં પાટણ જીલ્લા માં મહિલા વિકાસ અને મહિલા આગેવાની મહિલાઓ માટે ની આજીવિકા બાબતે રિલાયન્સ ફાઉન્ડેશન ની કામગીરી અને યોજનાઓ ની સમજ આપી. ત્યારબાદ નાયતવાડા પ્રાથમિક શાળા ની બાળાઓ દ્વારા જાતીય સમાનતા બાબતે અભિયાન અને નાટક ના માધ્યમ થી આજની થીમ  ની સમજ આપી

વર્ષાબેન મહેતા દ્વારા નાટક નો સાર સમજાવતા કહ્યું કે જાતીય અસમાનતા બાબતે સમાજમાં બનતી ઘટનાઓ ના કારણે મહિલાઓ ને થતી  અસરો અને તેના પરિણામ બાબતે બહેનો ને સમજ આપી જાગૃત બનવા હાકલ કરી. જોસનાબેન નાથ પાટણ ના વકીલ બહેન દ્વારા નાટક માં દર્શાવેલ બાબતો ને ધ્યાનમાં રાખી તેમના કાયદા અને મહિલા ઓ માટે ની વન સ્ટોપ સખી યોજના અને ૧૮૧ અભયમ હેલ્પ લાઇન તેમજ પોલીસ અને કોર્ટ ની વિવિધ મહિલા લક્ષી કાનૂની સલાહ ની માહિતી આપતા જણાવેલ કે સમસ્યા ના સમાધાન પહેલા તેનો ઉકેલ જોઈએ તો બહેનો ને કાયદાકીય રીતે જાગૃત બનવું ખુબજ જરૂરી છે ત્યારબાદ એન આર એલ એમ દ્વારા બનેલા મહિલા મંડળના બહેનો સાથે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરેલા કામો થકી જે બહેનોએ રોજગાર લક્ષી પ્રવૃત્તિઓ કરી ગામ અને તાલુકા લેવલે નામના મેળવી તેવા ૧૦ જેટલા બહેનોના અનુભવોનું વર્ણન બહેનોએ પોતાના શબ્દો માં કરેલ ભાવનાબેન દ્વારા પોતાની વાત કરતા બહેનોની પ્રગતિ બાબતે વાત કરતા જણાવેલ કે અમે રાધનપુર ના મારુતિ પ્લાઝામાં બનાશ રૂરલ માંર્ટ ચલાવી રહ્યા છીએ જેમાં મહિલા મંડળો દ્વારા બનાવવામાં આવતી દરેક વસ્તુનું વેચાણ કરી રહ્યા છીએ તેમજ બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં તેઓ બીઓડી ની ભૂમિકા સાથે ગામ માં મહિલા વિકાસ ના કામો માં સક્રિય છે તે વાત કરી

આઈ સી ડી એસ રાધનપુર ના દક્ષાબેન ભટ્ટ દ્વારા પોતાની વાત માં કુપોષણ નાબૂદી કિચન ગાર્ડન સગર્ભા બહેનો માટે સરકારી યોજના અને મહિલાની તંદુરસ્તી એ સમાજની તડાંદુરતી બાબતે જાગૃત અને સક્રિય રહેવા ભલામણ કરી કરસનભાઈ આહીર એન આર એલ એમ રાધનપુર  દ્વારા મહિલા મંડળ મહિલા આગેવાન દ્વારા ગામનો વિકાસ રોજગાર ની તકો બચત ધિરાણ અને બેંક લોન ની વિગતવાર સમાજ આપી

સંદીપ ચાવડા ભારતીય માનદ બ્યુરો ની માહિતી આપતા હોલમાર્ક  આઈ એસ ઓ બાબતે માહિતી આપેલ ભાવના દેસાઇ મારગ સંસ્થા દ્વારા બહેનો થતી હિંસા નો વિરોધ બહેનોએ કરવો જોઈએ તેમજ આ સમસ્યાના નિરાકરણ માટે સમાજ માં બદલાવ લાવવાની જરૂર છે જે માટે આપણે જાગૃત બની બીજાને જાગૃત કરવા કાર્ય કરવા જોઈએ બહેનો ને સક્ષમ બનાવવા ની જરૂર નથી તેઓ સક્ષમ છેજ પણ સક્રિય બનાવવા જરૂરી છે. કાર્યક્રમ ને પૂર્ણાહુતિ તરફ લઈ જતા કેવીકે સમોડા ના મુખ્ય અધિકારી ઉપેશભાઈ દ્વારા એમની થીમ કૌશલ્ય અને જ્ઞાન સાથે મહિલા ખેડૂતો ને કેમ સશક્ત બનાવવા અને ખેતી સંલગ્ન કાર્યોમાં રોજગારી કેમ પ્રાપ્ત કરવા બાબતે સમજ આપી 

ત્યાર બાદ જે બહેનોએ  વિવિધ ક્ષેત્રો માં કરેલી સુંદર કામગીરી ને ધ્યાનમાં રાખી ૪૦ જેટલી બહેનો નું ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું તેમજ આવા કાર્યો કરવા બીજા બહેનોને પ્રેરણા આપવામાં આવી. રિલાયન્સ ફાઉન્ડેશન ના વ્રજલાલભાઈ રાજગોર દ્વારા કાર્યક્રમ માં હાજર તમામ લોકોને જાતીય સમાનતા રાખવા મહિલા વિકાસ માટે અને મહિલાઓની સમસ્યાના સમાધાન માટે સક્રિય રહેવા સપત ગ્રહણ કરાવેલ અને કાર્યક્રમના અંત માં કાર્યક્રમ માં હાજર અને સહિયોગી એવા તમામ લોકો અને સંસ્થાઓ નો આભાર વ્યક્ત કરેલ

આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગીતાબેન નાડોદા દ્વારા આખા કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવેલ તેમજ વિમલભાઈ ચૌધરી ગૌતમ શર્મા  ઇમામ બલોચ સંજય જોષી ભરત રાવલ મહીપત જાની ધનજી ઠાકોર અને ભાવેશ રથવી દ્વારા સહીયોગ અને ચાર તાલુકા ના ૩૨ ગામના ૭૫ જેટલા મંડળ ના ૨૭૮ જેટલી બહેનોએ હાજરી આપી હતી એવું રિલાયન્સ ફાઉન્ડેશન ના ટીમ લીડર નિરપત સિંહ કિરાર દ્વારા જણાવવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: