રાધનપુર નગરપાલિકામાં રેગ્યુલર ચીફઓફિસર ક્યારે મુકાશે. વહીવટી કામ ઠપ થઇ જતાં અનેક કામો અટવાયા

રાધનપુર માં છેલ્લા બે માસ થી રેગ્યુલર ચીફઓફિસર ના હોવાના કારણે પાણી,સફાઈ જેવાં અનેક વિકાસના કામો ખોરંભે ચડી ગયા છે ત્યારે શહેર માં ગટરો સમયસર સફાઈ ના થવાથી ચારેબાજુ ગંદકીનો માહોલ જોવા મળે છે શહેર ના લોકો ગંદકી થી ત્રાહિમામ પોકારી ગયા છે હાલે ન.પા. પ્રમુખ તરીકે ૪૧ દિવસના ચાર્જમાં આવેલ ઉપ પ્રમુખ કાનજી ભાઈ પરમાર પાસે લોકોની માંગ છે કે પ્રાદેશિક કમિશનર ગાંધીનગર તાત્કાલિક ચીફ ઓફિસર રેગ્યુલર મુકવા રજુઆત કરે જેથી શહેર ના જે પાણી,સફાઈ તેમજ વિકાસ ના કામો જે અટવાયેલા પડ્યા છે તેનો સમયસર નિકાલ થાય.