યુક્રેન માં અભ્યાસ કરતી રાધનપુર ના બંધવડ ગામ ની વિદ્યાર્થીની ને વતન પરત લાવવા માટે વાલી ની માંગ

રશીયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે ભારત ના અનેક વિદ્યાર્થી ઓ યુક્રેન દેશમાં અભ્યાસ માટે ગયેલા છે જેને લઈ વિદ્યાર્થીઓ ના વાલીઓ ચીંતા માં મુકાઈ ગયા છે ત્યારે રાધનપુર તાલુકા ના બંધવડ ગામના રબારી ભેમાં ભાઈ વાઘાભાઈ ની પુત્રી પ્રિયંકા બેન રબારી જે યુક્રેનમાં મેડીકલ એમબીબીએસ ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે હાલના તાજા ચાલતાં યુધ્ધ ને લઈ વિદ્યાર્થી ના પિતા ભેમાભાઈ રબારી તેમજ તેમનું કુટુંબીજનો ચીંતા માં મુકાઈ ગયા છે ત્યારે હાલ ચાલતાં યુધ્ધ ને લઈ વિદ્યાર્થીની પ્રિયંકા બેન રબારી ના પિતાએ ગુજરાત સરકાર પાસે પોતાની પુત્રી ને વતન ભારત પરત લાવવા માટે વિનંતી કરી હતી