ચીફ ઓફિસર વગર ની રાધનપુર ન.પા.ની વહીવટમાં દયનિય સ્થિતિ . પ્રમુખ મહેશ અદાએ પોતાની પાસે થી ટ્રેક્ટરોમાં ડીઝલ પુરાવાના પૈસા આપ્યા

ચીફ ઓફિસર ની સતત ગેરહાજરી ને લઈ રાધનપુર ન.પા.માં લોકોના કામ ના થવા ના કારણે તેમજ પાણી ,સફાઈ જેવા પ્રસનોને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ટ્રેક્ટરોમાં ડીઝલ પુરાવવા માટે કે નાના મોટા સાધનો રીપેરીંગ ના બિલો ચીફ ઓફિસર ની ગેરહાજરી ને લઈ ચુકવાતા નથી જે ને લઈ શહેર ની અનેક સમસ્યાઓ નો નિકાલ થતો નથી ત્યારે શહેર ની પાણી,સફાઈ ની સમસ્યા ને લઈ ડીઝલ ની જરૂરીયાત હોઈ બિલો બાકી હોઈ પ્રમુખ મહેશ અદા દ્વારા પોતાની પાસે થી ડીઝલ પુરાવાના પૈસા આપી ટ્રેક્ટરોમાં ડીઝલ ભરાવવામાં આવ્યું હતું જે ને લઈ પાણી,સફાઈ ની સમસ્યા રાબેતા મુજબ ચાલું થઈ હતી

શહેર નું હીત જોતા પ્રમુખ દ્વારા પોતાની પાસેથી પૈસા આપતા લોકો દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હતાં ત્યારે બીજીબાજુ સરકાર દ્વારા કાયમી ચીફ ઓફિસર ના મુકાતા લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો અને તાત્કાલિક કાયમી ચીફ ઓફિસર ની નિમણુંક કરવાની પણ માંગ કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published.

error: