રાધનપુર શાંતિધામ પાસે અકસ્માત સર્જાતા શિક્ષિકા નું ઘટના સ્થળે મોત

રાધનપુર ના કમાલપુર પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષિકા એક્ટિવા લઈને રાધનપુર થી કમાલપુર નોકરી પર જતા હતાં ત્યારે રાધનપુર શાંતિધામ પાસે અકસ્માત સર્જાતા શિક્ષિકા નું ઘટના સ્થળે મોત થયું હતું

ટ્રક ચાલકે ટક્કર મારતા શિક્ષિકા પટેલ ભાવનાબેન જયદીપભાઈ નું ઘટના સ્થળે મૃત્યુ થતાં ત્યાર બાદ મૃત્યુ પામેલ શિક્ષિકા ની લાશ ને પી.એમ.અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ઘટના ની જાણ થતાં રાધનપુર પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી ભાવના બેન પટેલ શિક્ષિકા ના મૃતુયુ ના સમાચાર સાંભળી રાધનપુર સાંતલપુર અને આજુબાજુ ના શિક્ષકો માં શોક નું મોજું ફરી વળ્યું હતું –

Leave a Reply

Your email address will not be published.

error: