રાધનપુર નગરપાલિકાના પ્રમુખે ચાર્જમાં આવેલ ચાણસ્મા ના ચીફઓફિસર રાધનપુર નગરપાલિકામાં સમયસર હાજરી ના આપતા હોઈ પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ને લખ્યો પત્ર

રાધનપુર શહેરના લોકોમાં એકજ ચર્ચા . “ઘણી વગર ના ધડ સુના” તેવું રાધનપુર નગરપાલિકામાં દેખાઈ આવે છે ન.પા.માં ચીફ ઓફિસર જીગ્નેશ બારોટ ની બદલી થતાં ચાર્જમાં આવેલ ચીફ ઓફિસર જીતેન્દ્ર પટેલ છેલ્લા કેટલાય દિવસો  થી  નગરપાલિકામાં હાજર રહેતાં નથી 

વહીવટ કરતાં ચીફઓફિસર રાધનપુર નગરપાલિકામાં સમયસર હાજરી ના આપતા હોઈ રાધનપુર નો વિકાસ ખોરંભે ચડી ગયો છે ચીફ ઓફિસર સમયસર હાજર ના રહેતાં ન.પા.ના પ્રમુખ મહેશ અદા એ પ્રાદેશિક કમિશનર ને પત્ર લખી કાયમી ચીફ ઓફિસર મોકલવાની રજુઆત કરી હતી જ્યારે ન.પા.માં સેનેટરી ઇન્સ્પેકટર ,ટાઉન પ્લાનર અને એન્જીનીયર ની પણ જગ્યા ખાલી છે જે ને લઈ પાણી ,સફાઈ ની સમસ્યામાં ઘણી તકલીફ પડે છે જેની લોકો ને પણ હાલાકી ભોગવવો પડે છે જ્યારે આ બાજુ રાધનપુર લોકો ની પણ માંગ છે કે પ્રાદેશિક કમિશનર ગાંધીનગર તાત્કાલિક કાયમી ચીફ ઓફિસર ,એસ.આઈ.,ટાઉન પ્લાનર અને એન્જીનીયર ની નિમણુંક કરે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: