તબલીગી જમાત જમીયત ઉલમાએ હિંદ અને પવિત્ર મદ્રેસાઓ ની વિરૂદ્ધ આક્ષેપો કરનારા વિશ્વ હિંન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓ ઉપર કાર્યવાહી કરવા એસ.ડી.પી.આઈ સંગઠન દ્વારા રજુઆત કરાઈ

ગુજરાત – પાલનપુર – તારીક – ૨૮ ડિસેમ્બર ૨૦૨૧

આઝાદી પહેલા ના વરસોથી ભાઈચારા અને શાંતીનો સંદેશો આપતી તબલીગી જમાત, જમીયત ઉલમાએ હિંદ અને અમારા પવિત્ર મદ્રેસાઓના વિરૂદ્ધમાં વિશ્વ હિંન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓ શાંતીપ્રિય સંસ્કારી નગરી બનાસકાંઠા નું શાંતીનું વાતાવરણ ડહોળાવવાનો હીન પ્રયાસ કરેલ છે. કોરોના મહામારી દરમ્યાન પણ નાતજાત ના ભેદભાવ ભુલીને મદ્રસા , જમીયત ઉલમાએ હિંદ અને તબલીગી જમાતે જરૂરીયાત મુજબ તાત્કાલીક કોવીડ સેન્ટરો ઉભા કરી હિંન્દુ – મુસ્લિમ ભાઈઓ ને સેવાઓ આપી છે.આ ઉપરાંત અનાજ ની કીટો પણ બનાવીને મદદ કરી છે અને બનાસકાંઠામાં હિંન્દુ – મુસ્લિમ કોમ સુખ – દુઃખમાં તેમજ એક બીજા ના તહેવારો માં ખભેખભા મીલાવીને સંપીને રહે છે અને સહકાર આપે છે

આવા શાંત વાતાવરણ ને ડહોળાવવાનો પ્રયાસ કરનાર વી.એચ.પી. અને બજરંગ દળ ના કાર્યકર્તાઓ ઉપર સખ્ત થી સખ્ત પગલાં ભરી એમની ધરપકડ થાય એવી એસ.ડી.પી.આઇ પક્ષ ના બનાસકાંઠા હોદ્દેદારો એ માંગ કરી હતી. અહેવાલ – પરવેજ સિધીં પાલનપુર

Leave a Reply

Your email address will not be published.

error: