પી.એમ. ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાન ફોર મલ્ટી મોડલ કનેકટીવીટી

પી.એમ. ગતિશક્તિ યોજના અન્વયે દીનદયાળ પોર્ટ ઓથોરીટી દ્વારા રૂ. ૧૦ હજાર કરોડના ૧૭ પ્રોજેકટ કાર્યાન્વિત કરાશે
આ પ્રોજેકટ હેઠળ કંડલા પોર્ટની ૧૦૦ મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલીંગની ક્ષમતા વધશે
રૂ. ૪૨૪૩.૬૪ કરોડના ખર્ચે તુણા-ટેકરા, કંડલા પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલની સ્થાપના કરાશે
રૂ.૧૧૪૭ કરોડના ખર્ચે કંડલા ખાતે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (SIPC) નો વિકાસ કરાશે-ચેરમેનશ્રી એસ.કે.મહેતા
ભુજ, બુધવાર; પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ દેશમાં એકસૂત્રતાથી માળખાકીય સવલતો માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવેમ્બર-૨૦૨૧માં પ્રગતી મેદાન નવી દિલ્લીથી “પ્રધાનમંત્રી ગતિશક્તિ” નેશનલ માસ્ટર પ્લાનની વર્ચુઅલી જાહેરાત કરી હતી એ મૂર્તિમંત કરવાના ભાગ રૂપે આજે દીનદયાળ પોર્ટ ઓથોરીટી ગાંધીધામ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવમાં આવ્યું હતું.

દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ચેરમેનશ્રી એસ.કે.મહેતાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, “ પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ સુગ્રથિત વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર, ગોડાઉન, વાહન વ્યવહાર, રેલ સુવિધા, હવાઈ સુવિધા અને હવે ઈન્ટરનેટ સુવિધાઓ સાથે ભારત આ પ્રોજેકટ દ્વારા ગ્લોબલ પાવર પૂરવાર થશે. વિવિધ ૧૬ મંત્રાલયો અને ૫૦ વિભાગોના સંકલનથી વિકાસ માટે એક કોમન પ્લેટફોર્મ પુરૂ પાડવાનુ ઉત્તમ કામ છે જે આગામી સમયમા વિકાસના નવા દ્વાર ખોલશે. જેના ભાગરૂપે અન્વયે દીનદયાળ પોર્ટ ઓથોરીટી રૂ. ૧૦૩૭૫.૫૬ કરોડના કુલ ૧૭ પ્રોજેકટ કાર્યાન્વિત કરશે. જેના લીધે દીનદયાળ પોર્ટ ઓથોરીટીની ૧૦૦મિલિયન મેટ્રીકટન કાર્ગો હેન્ડલીંગની ક્ષમતા વધશે.”

આ પ્રોજેકેટની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, “ રૂ. ૪૨.૪ કરોડનું આંતરિક સંસાધનો દ્વારા જૂના કંડલા ખાતે ઓઇલ જેટી નંબર ૭ નું બાંધકામ, રૂ. ૯૯.૦૯ કરોડનું આંતરિક સંસાધનો દ્વારા જૂના કંડલા ખાતે ઓઇલ જેટી નંબર ૮ નું બાંધકામ, રૂ. ૪૪૮ કરોડનું કેપ્ટિવ ઉપયોગના ધોરણે OOT -વાડીનાર – દીનદયાળ પોર્ટ પર SPM અને બે પ્રોડકટ જેટી ધરાવતી લિક્વિડ ટર્મિનલ સુવિધાઓનો વિકાસ, રૂ. ૩૪૩ કરોડનું બીઓટી ધોરણે જૂના કંડલા ખાતે લિક્વિડ કાર્ગો અને શિપ બંકરિગ ટર્મિનલને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટીનો વિકાસ, રૂ. ૧૧૪૭ કરોડનું કંડલા ખાતે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (SIPC) નો વિકાસ, રૂ. ૧૨૩.૪ કરોડનું 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ બીઓટી ધોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર ૯નું સંચાલન, વિકાસ અને જાળવણ, રૂ. ૧૨૩.૧૨ કરોડનું 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ બીઓટી ધોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર ૧૦ નું સંચાલન, વિકાસ અને જાળવણ, રૂ. ૩૬૧.૭ કરોડનું 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ બીઓટી ઘોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર ૧૧ નું સંચાલન, વિકાસ અને જાળવણી, રૂ. ૩૦૦ કરોડનું 30વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ DBOT ધોરણે બર્થ નંબર -૧૪ પર યાંત્રિક ખાતર અને અન્ય સ્વચ્છ કાર્ગો

હેન્ડલિંગ સુવિધાઓ, રૂ. ૧૭૧.૩૨ કરોડનું ઓઇલ જેટી વિસ્તાર, કંડલામાં પાઇપલાઇન પ્રોજેક્ટનું રિપ્લેસમેન્ટ અને રિવેમ્પિંગ, રૂ. ૨૫૪.૩૨ કચ્છ સોલ્ટ જંકશન પર રોડ ઓવર બ્રિજ (ROB) નું બાંધકામ કરોડનું, રૂ. ૩૯ કરોડનું ગાંધીધામ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું નિર્માણ, રૂ. ૨૨૫૦.૬૪ કરોડનું પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડ હેઠળ બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (BOT) ધોરણે કંડવા ખાતે કચ્છના અખાત ખાતે તુણા – ટેકરા ( કંડલા ફ્રીકની બહાર ) ની બહાર બહુહેતુક કાર્ગો બર્થનો વિકાસ ૧૮, રૂ. ૪૨૪૩.૬૪ કરોડના ખર્ચે PPP મોડ હેઠળ બીઓટી ધોરણે તુણા – ટેકરા, કંડલા પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલની સ્થાપના કરાશે, રૂ. ૪૫.૫૧ કરોડનું કાર્ગો જેટી વિસ્તારની અંદર રેલ નેટવર્કનું અપગ્રેડેશન, કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન, ડીપીએ ખાતે રો – રો ટર્મિનલ ( હઝીરા , મુળ દ્વારકા , પીપાવાવ) રૂ. ૩૮૩.૪૨ કરોડ થઇ કુલ રૂ. ૧૦૩૭૫.૫૬ કરોડના કુલ ૧૭ પ્રોજેકટ અમલી બનશે જેનાથી કાર્ગોની વાર્ષિક ૧૦૯.૯૨ મિલિયન મેટ્રીકટન પર એનમ ક્ષમતા વધશે.

પી.એમ. ગતિશક્તિ પ્રોજેકટ અન્વયે માળખાકીય સુવિધાઓ એકસુત્રતાથી પારદર્શિતાથી અમલી બનશે તેમજ તેના પગલે રોજગારીની વિપુલ તકો વધશે એમ જણાવ્યું હતુ તેમજ આ યોજનાથી ડી.એ.એ. વેગવંતુ બનશે એમ આ તકે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું.

આ તકે ગતિશક્તિ યોજના અને દીનદયાળ પોર્ટ ઓથોરીટીના વર્ષ ૨૦૪૭ સુધીના આયોજન સંદર્ભે દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ડેપ્યુટી.ચેરમેનશ્રી નંદિશ શુકલા, IRTS, Dy. ચેરમેન, શ્રી આદિશ પઠાણીયા, IRTS, એરિયા રેલ્વે મેનેજર-ગાંધીધામ, શ્રી રાજેન્દ્ર કુમાર, IPRCL, શ્રી મહેશ તીર્થાની, સેક્રેટરી-ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી મહેશ ગુપ્તા, પ્રમુખ, કંડલા લિક્વિડ ટાંકી ટર્મિનલ, શ્રી વિનય ઠાકુર સેકેટરીશ્રી સી. હરિચંદ્રન, પોર્ટ શીપીંગ મંત્રાલયના નાયબ સચિવશ્રી, જન સંર્પક અધિકારીશ્રી ઓમપ્રકાશ દાદલાણી, લિકવિડ ટર્મિનલ અધિકારી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સર્વશ્રી અવધેશ પટ્ટણી, ભાગ્યેશભાઇ, નરેન્દ્ર રામાણી, શરદ શેટ્ટી વગેરેએ પ્રોજેકટ સાથે જોડાએલ વિકાસલક્ષી અને પ્રજાકીય હેતુની વિગતો રજૂ કરી હતી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દ્વારા પ્રેસ મીડિયાને સંબોધવામાં આવ્યું હતું. PM ગતિ શક્તિના નેશનલ માસ્ટર પ્લાન હેઠળ, પ્રોજેક્ટ્સ વિશે સ્પષ્ટ દ્રષ્ટિ આપવા માટે તેમની સાથે વાતચીત કરી. હેમલતા પારેખ/અનિશ સુમરા