મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ની મુલાકાતે રાપર પુર્વ ધારાસભ્ય સભ્યશ્રી પંકજભાઇ મહેતા તેમજ ભારતીય જનતા પક્ષ ના આગેવાનોએ કરી મુલાકાત

વાગડ વિસ્તાર મા નર્મદા ના વધારા ના પાણી રોકવા બાબતે પ્રથમ ફેઝની વહીવટીને મંજુરીને લઈને ગુજરાત સરકાર માન્નિય મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ નુ કચ્છ જીલ્લા ભાજપ ના પુર્વ પ્રમુખ અને રાપર મતવિસ્તાર ના પુર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઇ મહેતા સાહેબ ની આગેવાની મા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયા, ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચા કોષાધ્યક્ષ અને માણાબા ગ્રામ પંચાયત સરપંચ અકબરભાઇ રાઉમા ,જીલ્લા પંચાયત કચ્છ મહીલા અને બાળ વિકાસ ચેરમેન કંકુબહેન આહિર ના પ્રતિનિધી ભગાભાઇ આહીર, કીડીયાનગર માજી સરપંચ દિલીપભાઇ જાદવ સહુ આગેવાનોએ માન્નિય મુખ્ય મંત્રીશ્રીનુ સ્વાગત સંન્માન સાથે આભાર વ્યક્ત કર્યુ હતુ

ત્યારબાદ વિધાનસભાના અધયક્ષા ર્ડો નિમાબેન આચાર્ય પાસે કચ્છ ને નર્મદાના મળતા સિચાંઇના પાણીની મુદત મા વધારો કરી વાગડ વિસ્તાર ના ડેમ તળાવો ભરાવા સુધી ચાલુ રખાવવા રજૂઆત કરાઈ હતી તેમજ માર્ગ મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઇ મોદી, શિક્ષણ વિભાગ મંત્રી કચ્છ પ્રભારી મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા, સિંચાઈ મંત્રીશ્રી રુષીકેશભાઇ પટેલ સર્વે મંત્રીશ્રીઓને મડીને વાગડ વિસ્તાર મા નર્મદા સિંચાઈ ના પાણી કેનાલો, રસ્તાઓ, નિશાળના ઓરડાઓ, ડેમ તળાવો નવા કામો બાબતે ચર્ચાઓ કરાતા હકાત્મક ખાત્રી મડી હતી જેથી સરકાર મા વિકાસકામો અવિરત થતા રયા છે. રીપોર્ટ – ગની કુંભાર