વિજયા દશમી નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ના હસ્તે શસ્ત્રપુજન

રાપર વિજય દશમી નિમિત્તે હેડકવાર્ટર ખાતે પરંપરાગત રીતે કરાઈ પુજાવીધી : શ્રી મહેન્દ્ર બગડીયા ઉપરાંત મરીન એસપીશ્રી પરમાર, એલસીબી પીઆઈ શ્રી એમ.એમ.જાડેજા સહિતના વિવિધ પોલીસ મથકના પીઆઈશ્રીઓ તથા સ્ટાફગણ રહ્યો હાજર રહ્યા હતા
આજે અધર્મ પર ધર્મની જીતનો પર્વ છે.

વિજયાદશમીના દિને શસ્ત્રપુજનનું પણ અનેરૂ મહત્વ રહેલુ છે ત્યારે આજ રોજ પૂર્વ કચ્છ પોલીસ હેડકવાર્ટર ખાતે પણ પૂૃવ કચ્છ એસપીશ્રી મહેન્દ્ર બગડીયા દ્વારા પણ શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતુ.હેડકવાર્ટર ખાતે આજ રોજ સવારે શ્રી બગડીયાએ શસ્ત્રોની પુજા કરી અને આમપ્રજાજનોની રક્ષા કાજે પોલીસ દળ સદાય સંકલ્પબદ્ધ હોવાની કટિબદ્ધતા વધુ એક વખત દર્શાવી હતી.

પૂર્વ કચ્છએસપીશ્રી મહેન્દ્ર બગડીયાની સાથે મરીન એસપીશ્રી પીનાકીન પરમાર, એલસીબી પીઆઈ શ્રી એમ એમ જાડેજા, બી ડીવીઝન પીઆઈ શ્રી મુકેશ દવે, એ ડીવીઝન પીઆઈ એ.બી.પટેલ, એલઆઈબીના પીઆઈ ધાસુરા, હેડકવાર્ટરના એએસઆઈ ચૌહાણ સીટી ટ્રાફિક શાખા ના પીએસઆઇ વાય. કે ગોહિલ આદિપુર પીએસઆઈ શ્રી તિવારી, વી.એ.ઝા, ઉપરાંત પૂર્વના પોલીસ અધિકારીઓ અને સ્ટાફગણ પણ ઉપસ્થીત રહ્યો હતો અને શસ્ત્ર પૂજા મા ભાગ લીધો હતો વિજયદશમીના પવિત્ર દીવસે ગાંધીધામના બી ડીવીજન પોલીસ મથકે પીઆઈ શ્રી એમ.એન.દેવના હસ્તે શસ્ત્રપુજન કરાયુ હતુ

વિજયદશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપુજાની અનેરી મહત્વતા રહેલી છે. દરમ્યાન જ પૂર્વ કચ્છમાં મરીન સેકટરના કમાન્ડશ્રી ગાંધીધામ કચ્છ પીનાકીન પરમાર (એસપીશ્રી)આઈપીઅસ દ્વારા પણ શસ્ત્રપુજા કરવામાં આવી હતી. આ વેળાએ તેઓની સાથે એન બી ચૌધરી પીઆઈ મરીન ગ્રુપ લીડર ગાંધીધામ કચ્છ તથા ડી એન પટેલ પીએઆઈ અને મરીન ટીમ લીડર ગાંધીધામ કચ્છ તથા સીનીયર કમાન્ડો તેમજ મરીન કમાન્ડો પણ વિશેષ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: