આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ ને મોરબી જિલ્લા કલેક્ટરે સન્માનિત પત્ર આપ્યું!

મોરબી શહેર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી મહિલાઓની સંસ્થાઓ શાળા સ્કૂલ કોલેજો દ્વારા માં મહિલા સશક્તિકરણ ક્ષેત્ર વિવિધ કામગીરી ને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય મહિલા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા સારી કામગીરી બદલ કર્મચારીઓના ફરજ ના ભાગરૂપે પ્રોત્સાહિત કરવા માં આવ્યા છે

ત્યારે મહિલાઓને માર્ગદર્શન આપતી સરકાર દ્વારા ચાલતી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ ની મોરબી જિલ્લાની સારી કામગીરી બદલ રસીલા કુંભાણી અને જાગૃતિ ભુવા ને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે.બી.પટેલ જિલ્લા કલેકટર હસ્તે સારી કામગીરી અંતર્ગત બહુ માન સાથે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા જે ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે