શિવરાત્રીનાં દિવસે સુરત બન્યું શિવમય

મહાશિવરાત્રીના દિવસે સુરત શહેર અને જિલ્લાનાં મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. મંદિરમાં બમ બમ ભોલેનાં નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર માં મંદિરમાં વડિલો સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. વહેલી સવારથી મંદિરમાં પુજા અર્ચનાં સાથે વિવિધ પ્રકારના હવન કરવામાં આવ્યા હતા. શિવમય બનેલા શિવ ભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધનાં કરી હતી.સુરતમાં શિવરાત્રી ની ઉજવણી થાય તે પહેલાં જ મંદિરોને લાઈટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા. સુરત સહિત સમગ્ર રાજ્યમાં માસ્ક સિવાય કોરોનાના નિયમોનો પ્રતિબંધ હટી ગયો છે. ત્યાર પછી પહેલો તહેવાર શિવરાત્રીનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ શહેર-જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન શરૂ થઈ ગઈ હતી.

સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેકગણું વધી જાય છે. આ મંદિરમાં ધજા રોહણ, વિવિધ પ્રકારના યજ્ઞ અને શ્લોક, સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા હતા. અનેક શિવ મંદિરોમાં ચાર પ્રહરની પુજાવિધિ કરવામા આવી હતી તેમાં બ્રાહ્મણ સાથે અન્ય લોકો પણ જોડાયાં હતાં.

શિવ મંદિરોમાં વહેલી સવારથી શરૃ થયેલા ધાર્મિક કાર્યક્રમ, અને પૂજા સાથે મોડી રાત્રીએ ભજન પણ રાખવામાં આવ્યાં હતા. હાલમાં કર્ફ્યુ પણ હટાવી દેવામાં આવ્યો હોવાથી શિવ ભક્તો મન મુકીને શિવરાત્રીની ઉજવણી કરવા માટે મંડી પડ્યા છે. આ વખતે શિવરાત્રીમાં વડીલોની સાથે સાથે યંગસ્ટર્સ ભગવાન શિવની આરાધના શ્રધ્ધાપૂર્વક કરતાં જોવાં મળ્યાં હતા. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: