દશેરા ના દિવસે મુંદરા રાયફલ એકેડમી દ્વારા શસ્ત્ર પૂજન નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું

વિજયાદશમી ના શુભ દિવસે મુંદરા માં મુંદરા રાયફલ એકેડમી દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ પ્રકારના શસ્ત્રો નું પૂજન કરવામાં આવ્યું હતુ. મુંદરા રાયફલ એકેડમી ના owner જીજ્ઞા રાવલ દ્વારા દશેરાનું મહત્વ સમજાવતા કહેવામાં આવ્યું હતું કે સમગ્ર ભારત માં દશેરાના શુભ દિવસે ભારતીય સંસ્કૃતિ મુજબ દશેરા ના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે એટલે આજે મુંદરા ખાતે પણ શસ્ત્ર પૂજન રાખવામાં આવ્યું હતું જેનું વિશેષ મહત્વ જોવા જઈએ તો આપણાં શાસ્ત્રો મુજબ વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને અન રાવણનો વધ કરી અયોધ્યા પહોંચ્યા હતા . તેથી પણ આ તહેવારને વિજયાદશમી કહેવાય છે .

વિજ્યાદશમીના પૌરાણિક મહત્વ મુજબ શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવુ જોઈએ . આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે જે શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે એટલે આજના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે

આમ શસ્ત્ર પૂજન ની સાથે સાથે રાસ ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકો નો ઉત્સાહ વધે તે માટે તેમને પ્રોત્સાહિત પણ કરીને આજના દિવસ ની ઉજવણી ખૂબ સરસ રીતે કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: