રાપર પ્રાંત અધિકારી ની બદલી થતાં વિદાયમાન આપવામાં આવ્યું

રાપર તાજેતરમાં રાજ્ય ના ગેસ કેડર ના અધિકારીઓ ની બદલી કરવામાં આવી છે તે મુજબ રાપર પ્રાંત અધિકારી જય રાવલ ની બદલી અંજાર પ્રાંત અધિકારી તરીકે થતાં આજે રાપર મામલતદાર કચેરી ખાતે મામલતદાર કે. આર. ચૌધરી ના અધ્યક્ષ સ્થાને વિદાયમાન નો કાર્યક્રમ યોજાયો જેમાં રાપર મા છેલ્લા ચારેક માસ થી ફરજ બજાવતા પ્રાંત અધિકારી રાવલ ની સેવાઓ ને બિરદાવી હતી ઉપરાંત વિદાયમાન મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું 

આજે યોજાયેલ કાર્યક્રમમાં રાપર પ્રાંત અધિકારી જય કુમાર રાવલ નો વિદાયમાન રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી નાયબ મહેશ ઠક્કર નિકુલસિંહ વાધેલા લાલાભાઈ આહિર વસંતભાઈ પરમાર યુવરાજ સિંહ ગોહિલ નિમિશ વસૌયા  યોગેશ પ્રજાપતિ ધૃવ સોલંકી ડી પી રાઠોડ હિતેશ ચૌધરી નરેશ ચૌધરી દિવાનસિંહ વાધેલા જયદેવ જોશી સંજય પટેલ હિતેશ કાછુઆ જીગર ઠાકોર ભરત ચાવડા કમલેશ સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: