જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અબોલા જીવોની સેવામાં નિભાવ અને સારવાર માટે યથાશક્તિ અનુદાન અભિયાન ચલાવવામાં આવ્યું

જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પાંજરાપોળ ના ગૌવંશ અને પશુઓ છે જે અબોલા જીવોના નિભાવ અને સારવાર માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક અનુદાન એકત્રિત કરવા માટે *શેઠ નગર અને નાગેશ્વર* વિસ્તારમાં જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડો. ભરતભાઈ સી. મહેતા ની સૂચના થી નરોત્તમભાઈ,જયેશભાઈ, આશિષભાઈ શાહ અને વિકાસભાઈ ના નેજા હેઠળ ટ્રસ્ટના સેવકો દ્વારા અભિયાન ચલાવવામાં આવેલ હતું.
આ અભિયાનમાં ત્રણ દિવસ સુધી સત્તત અબોલા જીવો માટે દાતાશ્રીઓ ને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી જેમાં સૌ લોકો યથાશકિત આર્થિક અનુદાન આપી સેવાકીય યજ્ઞમાં મદદરૂપ બન્યા હતા.
આ અભિયાનમાં કુલ રૂ. 3,27,437 અંકે રૂપિયા ત્રણ લાખ સત્યાવીસ હજાર ચારસો સાડત્રીસ પૂરા જેટલું આર્થિક અનુદાન એકત્રિત કરવામાં આવ્યું હતું જે અનુદાન રાજકોટ ખાતે ચાલતી 125 વર્ષ જૂની ગૌશાળા રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે અબોલા જીવોની સારવાર અને નીભાવ માટે આપવામાં આવ્યા હતા.
જીવદયા અને અનુકંપા ના યજ્ઞમાં દાતાશ્રીઓ દ્વારા આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું તે સૌ દાતા પરિવારશ્રી ઓ ને જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડો. ભરતભાઈ સી. મહેતા. દ્વારા શબ્દોરૂપી બિરદાવતા જણાવ્યું હતું કે ગૌસેવા પ્રત્યેના પ્રેમ ની ઉત્કંઠા અને પર પીડા માટે જાગતિ કરુણા…સુખાનિભૂતિ ની નિસ્વાર્થ વહેચણી એ માનવજીવન નુ ઉચ્ચતમ શિખર છે.. જીવદયા અને અનુકંપા ના સેવાકીય યજ્ઞમાં આપની સદૈવ તન મન ધન ની ઉન્નત સેવા ની ભાવના માટે શબ્દો ઓછા અને લાગણીઓ નુ પુર ઝાઝાં છે.. આપ સૌ ની અબોલ જીવો માટે ની ખેવના એ સવૅ જીવો ના કલ્યાણ ની ભાવના છે એ અવિરત જાગૃત અને સૌ ને માટે પ્રેરક બને એજ પ્રાથૅના છે.. આપની કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે અંતકરણપૂવૅક સૌ દાતાશ્રી ઓ ને બિરદાવીએ છીએ.
આવી જ રીતે પાંજરાપોળ ના નિભાવ માટે અને આપના દ્વારા નિરંતર ગૌસેવા અને અબોલાજીવો નો સારવાર અર્થે યથાશક્તિ દાન મળતો રહે.
આપના ઉદારમન અને ખુલ્લા હાથે આપેલ અનુદાન ના સહયોગ માટે સંસ્થા આપની સદાય ઋણી રહેશે.
અબોલ જીવો ના મુક આર્શિવાદ આપના તેમજ આપના પરિવારજનો પર સદાય મળતા રહેશે.
જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અવારનવાર કરવામાં આવી રહી છે આમ આ અભિયાન સફળ બનાવવા માં સમયદાન અને અનુદાન એકત્રિત કરવામાં ટીમ ના સભ્યો કિશોરભાઈ મહેતા, ચેતનભાઈ, વિનોદભાઈ, ધવલભાઈ, પાર્શ્વભાઈ, વિનોદભાઈ, ધર્મેન્દ્રભાઈ, સંજયભાઈ કામદાર, ઉમેદભાઈ ધ્રુવ સંજયભાઈ દેસાઈ સૌ સાથે મળી અભિયાનમાં સૌ સેવકો જોડાયા અને પોતાનું અમૂલ્ય સમયદાન આપી અભિયાન ને સફળ બનાવ્યું એ બદલ સૌ નું હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.