વિસનગર તાલુકા ના ગણેસપુરા રાલીસના ગામમાં ફુલોના ગરબા સાથે આઠમ ની ઉજવણી કરાઇ

ગણેશપુરા (રાલીસના) એક ઠાકોર સમાજ નું નાનકડું ગોકુળિયા ગામ છે તે વિસનગર તાલુકામાં આવેલું તે ગોકુળિયા ગામમાં યુવાનો દ્રારા સરસ મજાનું આયોજન કરવા માં આવ્યું જે નવરાત્રીમાં આઠમ ના દિવસે માટીના અને ફૂલો ના ગરબા કરવામાં આવે છે જે માતાજી ના માનતા માનેલા હોય છે અને સાથે સાથે તે દિવસે મહા આરતી નું પણ આયોજન કરવામાં આવે છે

દર વર્ષે તેમાં લગભગ 30 થી 35 નાની બાળા ઓએ મહા આરતી માં ભાગ લીધો ચૌહાણ કુળ ની કુળ દેવી માં ચામુંડામાતા ની આરતી ગાઈને મહા આરતી ઉતારવા માં આવી આખું ગામ એક તાંતણે સાથે રહી નવ દિવસ માતાજી ના નવલા નોરતા સુખ શાંતિ પૂર્ણ કરવામાં આવ્યા સાથે ચામુંડા યુવક મંડળ સભ્યો ના સહયોગ થી નવરાત્રિના નવ દિવસ પૂર્ણ કરવામાં આવે છે – અહેવાલ-બલવતસિંહ ઠાકોર / ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: