ભારતરત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાખાના માનસ પુત્રી પદ્મશ્રી ડો. સોમા ઘોષ સાથે મળીને અમૃત મહોત્સવ ને લઇને એક સુંદર ગીતની રચનામા રાજપીપલા ના શિવરામ પરમારનું નવું ગીત રિલીઝ થયુ.

રાજપીપલા, તા – ૧૫ – આજે ભારતીય સેના દિવસે રાજપીપલા સ્ટેટમાચાર પેઢીથી જોડાયેલા આર્મીમેનને યાદ કરાયા રિયાસાતી રાજવી સ્ટેટમા આર્મી રહી ચૂકેલએકમાત્ર કર્નલ દિલીપસિંહજીની ચાર પેઢી એ આર્મીમાં સેવા આપી હતી. રાજપીપલા સ્ટેટના મહારાજા ગંભીરસિંહ ના દીકરાના દીકરાઓએ આર્મીમા સેવા આપી હતી. આજે ભારતીય સેના દિવસછે ૧૫ મી જાન્યુઆરી એટલે ભારતીય સેના દિવસ. આજના દિવસે ૧૯૪૮ માં આપણા પ્રથમ જનરલ કુરિયપ્પાએ આપણી સેના અંગ્રેજો પાસેથી લીધી હતી.

રાજપીપલા ના રાજવી પરિવાર સાથે ઘરોબો ધરાવે છે એવા નીકટના સદસ્ય ધીરુ મિસ્ત્રીએ આજના દિવસની યાદ આપાવતા જણાવ્યું હતું કે રિયાસાતી રાજવી સ્ટેટમા આર્મી રહી ચૂકેલ એકમાત્ર કર્નલ દિલીપસિંહજીની ચાર પેઢીએ આર્મીમાં સેવા આપી હતી. રાજપીપળાનાઆ પરિવારની યાદ અપાવતા ધીરુ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે  તે રાજપીપલાની તે સમયની સ્ટેટ આર્મી અને હવે આપણી ભારતીય સેનામાં સેવા આપી છે. કર્નલ દિલીપસિંહજીના પિતાએ આર્મીમેન હતા. ત્યાર પછી કર્નલ દિલીપસિંહજીને તેમનો પરિવાર પ્રેમથી દિલુદાદા તરીકે ઓળખે છે. પછી ની પેઢીમાં એમના ત્રણ દીકરા મેજર જનરલ રણધીરસિંહજી લશ્કરના મોટા પદ પરથી નિવૃત્ત થયા હતા.

રણધીરસિંહજીના બે ભાઈઓ યશોધરસિંહઅને ભરતસિંહ પણ આર્મીમાં હતા અને છેલ્લે ચોથું જનરેશનમાં રણધીરસિંહના દીકરા કર્નલ અભયસિંહ એ પણ આર્મીમાં  સેવા આપી હતી. રાજપીપલા જયારે રિયાસતી રાજવી સ્ટેટ હતું ત્યારે રાજપીપલા સ્ટેટની અલગ આર્મી હતી.જેમાં ચાર પેઢીથીરાજવી પરિવાર આર્મી મા જોડાયેલ હતો જોડાયેલો છે રાજપીપલા સ્ટેટ ના મહારાજા ગંભીરસિંહના દીકરાના દીકરા સ્ટેટ આર્મી માં જોડાયા હતા અને ચાર પેઢી સુધી આર્મીમાં કામ કરીને આર્મીમેન તરીકે જોડાયા હતા.જે ખરેખર રાજપીપળાનું ગૌરવ ગણાય છે. આજે પણ રાજપીપલા ખાતે ગંભીરસિંહ પેલેસ રાજવી પરિવારની આર્મી મેનની કહાણીની યાદ અપાવે છે. તસવીર :જ્યોતિ  જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published.

error: