પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાને વખોડી

ગુજરાત – રાજપીપલા, તારીખ ૧૩/૦૧/૨૦૨૨ ગુરુવાર – રાજપીપલા ખાતે નમૅદા જીલ્લા કિસાન મોરચાએ મૌન ધરણા પ્રદર્શન યોજ્યું પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા  પ્રધાનમંત્રી મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાનેસખત શબ્દોમાં વખોડી રાજપીપલા ખાતે નમૅદા જીલ્લા કિસાન મોરચાએ મૌન ધરણા પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો 

પંજાબ રાજ્યની કોંગ્રેસ સરકાર દ્વારા  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવને જોખમ ઉભું કરવાની ઘટનાને વખોડવા અને પંજાબ સરકારના આ કૃત્યનો વિરોધ કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ  જે.પી.નડ્ડા , પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ  તથા કિસાન મોરચા ના પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઇ પટેલ  ના આદેસ થી તા. ૧૨/૦૧/૨૦૨૨ ના રોજ નમૅદા જિલ્લા કિસાન મોરચા દ્વારા રાજપીપળા તાલુકા  પંચાયત ખાતે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી મૌન ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો.તો આ કાર્યક્રમમાં કિસાન  મોરચાના જિલ્લા માં રહેતા પ્રદેશ ના હોદ્દેદારો તથા પ્રદેશ કારોબારી સભ્યો અને  જિલ્લા તથા મંડળ ના કારોબારી સભ્યો સહિત ના દરેક હોદે્દારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમ ભાઈઓએ પ્લેકાર્ડ પર લખાણ લખી પંજાબકોંગ્રેસ સરકાર દ્વારા  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવને જોખમ ઉભું કરવાની ઘટનાનેસખત શબ્દોમાં વખોડી તેમની વિરુદ્ધમા મૌન રાજપીપલા તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ ધરણા પ્રદર્શન કર્યા હતા. નિકુંજ પટેલ પ્રમુખ નમૅદા જીલ્લા કિસાન મોરચો મહામંત્રી.આશિષ પટેલ, મહામંત્રી-  કમલેશ પુરોહિત, જીલ્લા કિસાન મોરચાના મંત્રી અજીતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ.જતિન પટેલ નાંદોદ તાલુકાના કિ‌સાન મોરચાના પ્રમુખ.દિલીપસીહ.ગોહિલ સહેર પ્રમુખ.દિક્ષિત પટેલ હાજર રહ્યા હતાં – તસવીર :જ્યોતિ  જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published.

error: