જુના ગુવાર ગામે વીજ કરંટ લાગવાથી માસુમ બાળકી સહિત વૃદ્ધ મહિલાના મોત

આંગણામાં વીજ વાયરના થાંભલાનો વાયર તુટી પડતા ચાલુ વીજ પ્રવાહનો કરંટ લાગવાની ઘટના

રાજપીપલા,તા – ૧૭/૦૮/૨૦૨૨ નાંદોદ તાલુકાના જુના ગુવાર ગામે ઘરના આંગણામાં વીજ વાયરના થાંભલાનો વાયર તુટી પડતા ચાલુ વીજ પ્રવાહનો કરંટ લાગવાથીમાસુમ બાળકી સહિત વૃદ્ધ મહિલાનાઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યા છે.

આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદી રીટાબેન અશોકભાઇ તડવીએ પોલીસને જાણ કરી હતી. બનાવની વિગત અનુસાર મરનાર (૧) માનસીબેન D/O અશોકભાઇ ગુરજીભાઇ તડવી ઉ.વ.૦૭ રહે.જુના ગુવાર તા.નાંદોદ તથા (૨) હીરાબેન W0 ગુરજીભાઇ મોતીભાઇ તડવી આ.ઉ.વ.૬૦ વર્ષ રહે.જુના ગુવારને તેમના ઘરનાં આંગણામાં વીજ વાયરના થાંભલાનો વાયર તુટી પડતા ચાલુ વીજ પ્રવાહનો કરંટલાગતા સ્થળ ઉપરજ બન્નેના મોત નીપજ્યા હતા.

આ અંગે રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે – રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published.

error: