હાઇસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે ભુજ નારાયણ સરોવર વાયા નેત્રા રૂટની બસ શરુ થતા ખુશી છવાઈ

નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આવેલ સારસ્વતમ સંચાલિત હાઇસ્કુલમાં અભ્યાસ કરતા નાગવીરી, ખીરસરા ( નેત્રા ) અને રામપર ( સરવા ) ગામના ૬૬ જેટલા વિદ્યાર્થીઓને ભુજ નારાયણ સરોવર વાયા નેત્રા રૂટની બસ બંધ થતા ભારે મુશ્કલીનો સામનો કરવો પડી રહ્યો હતો, આ રૂટની બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પાસ હોવા છતા ખાનગી વાહનોમાં વધારે પૈસા ખર્ચી મુસાફરી કરવી પડી રહી હતી, જેના કારણે તેમના અભ્યાસ પર અસર પડી રહી હતી, જે અંગે નેત્રા જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય હારૂન ભાઈ કુંભાર, નખત્રાણા તાલુકાના પ્રમુખ જયશુખ ભાઈ પટેલ વિભાગીય નિયામકને રજૂઆત કરાતા અંતે બસસેવા શરૂ થતા વિદ્યાર્થીઓ સહિત મુસાફરોમાં હર્ષની લાગણી જોવા મળી હતી,ને એસટી વિભાગ નો આભાર વેકત કરેયો હતો. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: