કંપનીઓની મનમાની સામે ખેડૂતો હરગીઝ નહીં ઝૂકે

ખેડૂતોની મહિલાઓ સામે કંપનીઓના માણસોની દાદાગીરી અંગે ભારતીય કિસાન સંઘ જિલ્લાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીને અપાયુ આવેદનપત્ર

કોઈ સામાન્ય માણસ મોરના મૃત્યુનું કારણ બને તો લાંબી કાયદાથી પ્રોસિજર માંથી નીકળવું પડે છે પણ પવનચક્કી ની કંપનીઓ નવ વાંકે અનેક રાષ્ટ્રીય પક્ષી હણાઇ ચુક્યા છે છતાં પણ તંત્ર નું ભેદી મૌન શંકા ઉપજાવે છે ખેડૂતોના ભોગે કંપનીઓ નો વિકાસ એક દિવસ કચ્છ અને વેરાન બનાવશે ભારતીય કિસાન સંઘ પ્રમુખ શિવજીભાઇ બરાડીયા સુખપર મધ્યે ખેડૂત મહિલા સામે બળજબરી કરવા બાબત ભારતીય કિસાન સંઘ દ્વારા નખત્રાણા પ્રાંત અધિકારીને રાવ પહોંચાડાઈ બહોળી સંખ્યામાં ખેડૂતો ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ તેમજ મહિલાઓ રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવી ધારદાર કરી રજૂઆત