અદાણી ગ્રીન પાવરના કર્મી વિરુદ્ધ પોલીસ ફરીયાદ, વીજ લાઇન નાખવા દરમ્યાન મહિલાને માર માર્યાનો આક્ષેપ

નખત્રાણા તાલુકાના સુખપર(રોહા)ગામના મહિલા ભાવના પીડોરીંયાનો પરિવાર નખત્રાણાના વરમસેડા વિસ્તારમાં વાડી ધરાવે છે. ૧૮ તારીખે અદાણી ગ્રીન પાવર કંપનીનુ વિજલાઇન નાંખવાનુ કામ કરતા લોકો વાડીએ પહોચ્યા હતા. અને કોઇ મંજુરી કે કરાર વગર લાઇન નાંખવાનુ શરૂ કર્યુ હતુ

વિન્ડ એનર્જીનુ હબ બની રહ્યુ છે. કચ્છના નખત્રાણા,માંડવી સહિત અનેક વિસ્તારોમાં વિવિધ કંપનીઓ હાલ પવનચક્કી તથા તેની લાઇનો નાંખવામા વ્યસ્ત છે. જો કે આ વિકાસ સાથે ખેડુતો(Farmers)સાથેના ધર્ષણના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. જો કે તંત્ર અને પોલીસની બીક વગર કંપનીની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ૧૮ તારીખે બનેલા આ બનાવમા અંતે અદાણી ગ્રીન પાવર(Adani Green Power) કંપનીના એ કામદારો સામે નખત્રાણા પોલિસ મથકે વિવિધ ફરીયાદ નોંધાઇ છે. કંપનીના જવાબદારો દ્રારા ખેડુતની પુર્વ મંજુરી વગર તેના ખેતરમાં ફેનસીંગ તોડી પ્રવેશ કરવા સાથે વિરોધ કરતા એક મહિલા સહિત ખેડુતને માર મારવાની ફરીયાદ છે. નખત્રાણા પોલિસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. 

લાઇન નાંખવા ખેડુત સહમત ન હતા નખત્રાણા તાલુકાના સુખપર(રોહા)ગામના મહિલા ભાવના પીડોરીંયાનો પરિવાર નખત્રાણાના વરમસેડા વિસ્તારમાં વાડી ધરાવે છે. ૧૮ તારીખે અદાણી ગ્રીન પાવર કંપનીનુ વિજલાઇન નાંખવાનુ કામ કરતા લોકો વાડીએ પહોચ્યા હતા. અને કોઇ મંજુરી કે કરાર વગર લાઇન નાંખવાનુ શરૂ કર્યુ હતુ. જેને લઇને ખેડુત પરિવારે વિરોધ નોંધાવી મંજુરી સહિતના આધારો માંગયા હતા. જેના બદલામા કંપનીના કામદારો લાજવાના બદલે ગાજ્યા હતા અને ઉપસ્થિત મહિલા સહિત તેના પરિવારના અન્ય સભ્યોને માર પણ માર્યો હતો.રીપોર્ટ – અસગર આઈ માંજોઠી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: