મુસ્લિમ સેવા સંઘ ની રચના કરાઈ જામનગર ખાતે  સમાજમાં એકતાની સાથે સમાજને જાગૃતિ અંતર્ગત બ્લડ કેમ્પ યોજાશે

જામનગર માં જરૂરત મંદ વિદ્યાર્થીઓને માર્ગદર્શન સંઘ દ્વારા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવાની સાથે સમાજમાં એકતા અને શિક્ષિત યુવા પેઢી બને તેવા પ્રયાસો સાથે મુસ્લિમ સેવા સંઘ ની રચના કરવામાં આવી છે આ સંગઠન ના માધ્યમથી મુસ્લિમ સમાજના જરૂર મદદ વિદ્યાર્થીઓ ના હિત હક્ક અધિકાર સાથે સાથે સરકારી યોજનાઓ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓ નાસીપાસ ના બને તેવા પ્રયાસો કરી શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમ સમાજ ના બાળકો આગળ વધે તેવા પ્રયાસો માટે જામનગર શહેરમાં સૈયદ મોહમ્મદ બાપુ કાદરી તેમજ સબીર ભાઇ રફાઈ. મહમદ હુસેન કાજી સહિત રહીસભાઈ કુરેશી હાજી યુસુફભાઈ પરાસરા.આસીફ ખાન પઠાણ.સલીમભાઇ રફાઈ.નિઝામ ભાઇસફીયા. મુસ્તાક ભાઈ ખુરેશી.ઈબ્રાહીમ ભાઈ ખુરેશી એ મુસ્લિમ સમાજમાં એકતા ભાઈચારા સાથે સમાજ ના કુરિવાજોને નાબુદ કરવાની સાથે સમાજમાં ખોટા ખર્ચા કરતાં સમાજ ને આજ ના આધુનિક યુગમાં પ્રગતિ તરફ આગળ વધે એવા પ્રયાસો અંતર્ગત જાગૃતિ અભિયાનના ભાગરૂપે જામનગર ખાતે મુસ્લિમ સેવા સંઘ ની રચના કરી છે જેમાં પ્રથમ સનેહ મિલન ના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે જે બ્લડ કેમ્પ તારીખ 6-3- 2022 ના રોજ રવિવારે યોજવાનું આયોજન કર્યું છે આ કેમ્પને સફળ બનાવવા માટે મુસ્લિમ સેવા સંઘ દ્વારા જામનગરમાં તૈયારીઓ આયોજક દ્વારા ચાલી રહી છે સાથે સાથે કોરોના મહામારી અંતર્ગત પ્રજા ચિંતન કામગીરી કરનાર હિન્દુ મુસ્લિમ સમાજના સેવાભાવી ફરજ નિષ્ઠાપૂર્વક કર્મચારીઓનું બહુ માન ભેર સન્માન મુસ્લિમ સેવા સંઘ જામનગર ખાતે કરવામાં આવશે તેમ સૈયદ મોહમ્મદ બાપુ કાદરી જણાવ્યું છે

Leave a Reply

Your email address will not be published.

error: