મુંદરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામા પાલારા ખાસ જેલ , ભુજ માથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી / આરોપીને ગાંધીધામ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ , પશ્ચિમ કચ્છ ભુજ 

પોલીસ મહાનિરદેશકશ્રી સી.આ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓ ધ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોઈ જે અનુસંધાને બોર્ડર રૅન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ ભુજ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અનવ્યે એલ.સી.બી પશ્ચીમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ , ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા . આજરોજ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામા ખાસ ઝુંબેશ અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, પાલારા ખાસ જેલ ભુજમાથી વચગાળાના જામીન પર મુકત થયેલ કેદી / આરોપી પુરનસિંગ કરસિંગ મજબીશીખ ઉ.વ .૨૮ રહે.રેલ્વે ફાટકની નીચે ટ્રાન્સપોર્ટ નગર ગાંધીધામ વાળો ટ્રાન્સપોર્ટ નગર ગાંધીધામ બાતમી વાળી જગ્યાએ હાજર મળી આવતા જેની પુછપરછ કરતા જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનવ્યે કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને રાખી જેલમા કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામા આવેલ ડાયરેક્શન મુજબ વચગાળાના જામીન રજા ઉપર મુક્ત કરવામા આવેલ અને મુદત પુરી થયેલ હોવા છતા પોતે ભુજ પાલારા જેલ ખાતે હાજર થયેલ ન હોવાની કબુલાત કરતો હોઇ જેને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે પાલારા ખાસ જેલ ભુજ ખાતે બારોબાર સુપ્રત કરવામા આવેલ છે. 

ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલ , એ.એસ.આઇ હરિલાલ બારોટ તથા પો.હેડ કોન્સ . ધર્મેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી , તથા રઘુવીરસિંહ જાડેજા , વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.એ.એસ.આઇ કિર્તીસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: