મુંદરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત અભિયાન નો આમઆદમી પાર્ટી દ્વારા કરાયો વિરોધ 

વિરોધ નો મેસેજ ફરતો થતા વોર્ડ ૨ ના કાઉન્સિલરો થયા ગાયબ? મુંદરા બારોઇ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

આજ રોજ મુંદરા-બારોઇ નગરપાલિકા સેનિટેશન કચરી મધ્યે વોર્ડ નંબર ૨ નું વેરા અભિયાન શરૂ કરવા માં આવ્યું હતું જેનો વિરોધ થશે તેવા મેસેજ બાદ ત્યાં ચૂંટાયેલા કાઉન્સિલરો ગાયબ થયા હતા કારોબારી ચેરમેન ડાયાભાઇ આહીર એક માત્ર સ્ટાફ સાથે ત્યાં હાજર રહ્યા હતા આપ ના કાર્યકતાઓ દ્વારા “જ્યાં સુધી કામ નહિ ત્યાં સુધી વેરા નહિ” “પહેલા કામ કરો પછી વેરા વસુલો” ના નારા લગાવાયા હતા અને હાથ માં કચરા તેમજ ઉભરાતી ગટરો ના ફોટા રાખી લોકો  નગરપાલિકા ના સતાધીશો ને જાગૃત કરવા ના પ્રયત્નો કરાયા હતા લોકો આપ મુંદરા તાલુકા પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે નગરપાલિકા બની ત્યાર થી વોર્ડ બે માં સેનિટેશન ના ચેરમેન ધર્મેન્દ્રસિંહ ઝાલા નો વિસ્તાર હોવા છતાં કામગીરી થતી નથી વોર્ડ ૨ માં આવેલી ગીતા હોસ્પિટલ ની પાછળ ચામુંડા મંદિર સામે ચોમાસું પાણી ભરાયેલું હતું 

જેના પર નીલ જામી ગઈ હતી અને ગટર નું પાણી પણ તેમાં ભરાયેલા હતા તેની જાણકારી એક વહોત્સઓપ ગ્રુપ માં આવેલ અને આપ ના નેતા સંજય બાપટ ના ધ્યાન પર આવતા આ કામગીરી નગરપાલિકા પાસે કરાવેલી ત્યાં સુધી સ્થાનિક કાઉન્સિલરો જાગૃત થતા નથી ત્યારે વગર કામગીરીયે આ રીતે લોકો પાસે વેરા વસુલાત ના કાર્યક્રમ કરી લોકો પાસે નાણાં વસૂલવા ન જોઈએ સફાઈ પાણી રોડ રોડ લાઈટ સહિત ની કામગીરી કરવા માં આવે ત્યારબાદ વેરા વસૂલવા ના કાર્યક્રમો કરવા જોઈએ સેનિટેશન કચેરી ની સામેજ ઉભરાતી ગટર બતાવાઈ હતી સેનિટેશન ચેરમેન પોતાના વિસ્તાર માં કામગીરી નથી કરાવી શકતા તો આખા નગર ની હાલત કેવી હશે તે પણ મોટો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે નગરસેવીકા ઉર્મિલાબેન પટેલ ના શિક્ષક પતિ હમેશ ની જેમ કાઉન્સિલર નો રોલ ભજવતા જોવા મળ્યા હતા અગાઉ પણ ભાજપ ના બેનરો માં સરકારી નોકરી કરતા આ શિક્ષક મહોદય જોવા મળ્યા હતા 

આ વિરોધ પ્રદર્શન માં સંજય બાપટ,હરેસગર ગોસ્વામી,વિરેન્દ્રસિંહ જાડેજા,સાબાન ખોજા,હરેસગર ગોસ્વામી, પ્રશાંતભાઈ રાજગોર સહિત ના કાર્યકતાઓ જોડાયા હતા. રીપોર્ટ – સંજય બાપટ

Leave a Reply

Your email address will not be published.

error: