કોરોના મહામારીમા મૃત્યુ પામનારના પરિવારજનો ને ૫૦ હજારની બદલે રૂા. ૪ લાખ સહાય ચૂકવાય એ માટે મુંદરા શહેર/તાલુકા કોંગ્રેસે આવેદન પત્ર પાઠવ્યું

આજ રોજ મુન્દ્રા મધ્યે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની ચૂચના અને માર્ગદર્શન થી  જીલા કોંગ્રેસના સહકાર થી મુન્દ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ ની આગેવાની માં કોવીડ – ૧૯ ની મહા મારી જે રીતે 3જી લહેર  સ્વરૂપે વધી  રહી છે  ઝડપી ફેલાવો રોકવા માટે તાત્કાલિક ગંભીર  પગલાં લેવાની સરકાર ને ફરજ  પાડવા અને રોજિંદી આવક ઉપર નિર્ભર એવા ગરીબ લોકો ની  સંખ્યા એટલી બધી વિશાળ છે કે  આપણે તમામ આર્થિક  પ્રવૃત્તિ બંધ  કરી  શકીયે  નહી  અને ફરી થી  મૃતક  અંક વધે નહી  અને પહેલી અને બીજી લહેર  માં જે મૃત્યુ પામ્યા છે  તે  પરિવાર ને કોરોના મૃત્યુ સહાય રૂપિયા ૫૦૦૦ હજાર મજાક સમાન હોઈ! ત્યારે હાલની મોંઘવારીઓને ધ્યાને લેતાં  રૂપિયા 4લાખ  જેવી રકમની ફાળવણી કરવામા આવે એ મુદ્દે  આજ રોજ મુંદરા મામલતદારશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચંદુભા જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલભાઈ  કેસરિયા, કોવીડ ૧૯ ના તાલુકા ઇન્ચાર્જ અને  મહામંત્રી મુકેશભાઈ  ગોર , સિનિયર આગેવાનો સલીમ ભાઈ  જત, મીઠુભાઇ મહેશ્વરી,  ક્ચ્છ જીલ્લા કોંગ્રેસ ના મંત્રી ભરતભાઈ પાતા રીયા, કિશોર પિંગોલ, નારણભાઇ સોંધરા, તેમજ  તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા  નવીનભાઈ  ફફલ,  ઉપનેતા આશારિયા ભાઈ  ગઢવી,  તેમજ તાલુકા પંચાયત સદસ્ય અલ્તાફભાઈ રેલીયા,  નગરપાલિકા ના ઉપનેતા અને કાઉન્સલીર  કાનજીભાઈ સોંધરા,  જાવેદભાઈ પઠાણ, નિમિતાબેન પાતારિયા, નયના બેન સુરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મિલા સમિતિના પૂર્વ મંત્રી કાન્તાબેન સોધમ, ક્ચ્છ જીલ્લા યુવક કોંગ્રેસ માજી પ્રમુખ રમેશ ભાઈ  મહેશ્વરી, કિસાન સંઘ પ્રમુખ રામ કાનાણી, તાલુકા પંચાયત સદસ્ય આશારીયા લાખા, સિરાજ ખાન મલિક, અલીમામદ ગાધ, ચંદુલાલ મહેશ્વરી, ભગુભા જાડેજા, સલીમ સાંધ, વિજય બળિયા, ભરત સેડા, વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ન્યાય યાત્રા કાર્યક્રમની આભાર વિધિ મુંદરા શહેર કોંગ્રેસ મહામંત્રી હરેશભાઇ મોથારીયા એ કરી હતી અને વ્યવસ્થા દેવન્દ્રસિંહ જાડેજા એ સંભાળેલ હતી એવું મુન્દ્રા તાલુકા/શહેર કોંગ્રેસની યાદી મા જણાવાયું હતું – રિપોર્ટ ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published.

error: