મુન્દ્રા નાં નદી નાં પટ માં થઈ રહી છે ગંદકી આદેધડ દબાણ પાલિકા ના આડા કાન આંખ.

મુન્દ્રા નાં પ્રવેશદ્વાર પર આવેલા ડાક બંગલા નાં નજીક નદીના પટમાં કપડા વિકેતા તથા નાના ધંધાકીય કરતા અમુક વેપારીઓ .ફૂટપાથ રાખી, અને અમુક વેપારીઓ તો વળી પાકા બાંધકામ કરનાર દબાણ ને પાલિકા હતાવે .જેથી લારી – ગલ્લા વાળા નાના ધંધાથીઓને પણ તકલીફ વિના ધંધો કરવા મળી રહે.

આ વિસ્તાર માં બાવળ ની જાળી ,ગંદુ પાણી , જ્યાં ત્યાં કચરો જોવા મળી રહ્યો છે .તેને પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે તેથી,ગંદકી દૂર થાય તો મરછરો , માંદગી જેવી સમસ્યા ન થાય. આ વિસ્તાર માં ફૂટપાથ ઉપર લારી ધારકો નાં કારણે ટ્રાફિક જેવી સમસ્યા સજાય છે તો વરસાદ કે જોખમી સમય દરમિયાન લારી ગલ્લા વાળા ગામે ત્યાં સ્થળાંતર કરી જશે પણ પાકા બાંધકામ વાળા દબાણ નાં કારણે વરસાદી પાણી શહેર માં પ્રવેશ કરે તે ચિંતાનો વિષય છે. રિપોર્ટ – ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ