મુન્દ્રા: નાનાકપાયા અને મુન્દ્રા વચ્ચે આવેલ વાડી વિસ્તારમાં લાગી આગ ફાયર દળ દ્વારા મેળવ્યો કાબુ

તા.૧૫/૦૨/૨૦૨૨ નાના કપાયા અને મુન્દ્રા વચ્ચે આવેલ બે ખેડૂતોની વાડીમાં આજે બપોર ના ૨ -૩૦ સમય ગાળા દરમિયાન ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી જેમાં વાડીના શેઢા અને પાકને આગને કારણે નુકશાન થયું હતું, મળતી માહિતી પ્રમાણે નાનાકપાયા અને મુન્દ્રા વચ્ચે કેવડી નદીનાં વિસ્તાર તરફ આવેલી જુસબઅલી ખોજા અને જેઠા ભાઈ પતારીયા નામના બે વાડી માલિકોની વાડીમાં કોઈ કારણોસર શેઢામાં આગ લાગી ગઈ હતી

વાડીમાં આગ લાગતાં આજુ બાજુના લોકો વાડી માલિકોને જાણ કરી હતી તથા સમય સુચકતા વાપરી તાત્કાલિક અદાણી પોર્ટ અને સેઝ લિમિટેડ કંપની ફાયર બ્રિગેડને સ્થળ પર બોલાવ્યો હતો સમયસર ફાયર બ્રિગેડ આવી જતાં આગ પર કાબૂ મેળવી લીધો હતો જેથી વધુ કોઈ નુકશાન થયું ના હતું આ સમયે નાનાકપાયા ગામના સરપંચ પપ્પુ ભાઈ મહેશ્વરી, ગામના આગેવાન શકુર ભાઈ સુમરા તથા PGVCLના લાઈનમેન હાજર રહ્યા હતા – રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ