મુન્દ્રા ની જન સેવા સંસ્થા દ્વારા બોમ્બે નિવાસી દાતા ના ખાસ સહયોગ થી માસ્ક વિતરણ ની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે અને વિવિધ વિસ્તારો માં માસ્ક નું નિક્ષુલ્ક વિતરણ

મુન્દ્રા તાલુકા ના ગેલડા ગામના વતની અને મુન્દ્રા ની હોટલ સ્વાતી ના માલિક તેમજ હાલ બોમ્બે રહેતા ચંદ્રકાંત ભાઈ સૈયા અને એમના પુત્ર હેકીન ભાઈ સૈયા ના સહયોગ થી તેમની ખાસ ઈચ્છા મુજબ તેમના વતન માં મુન્દ્રા ની જન સેવા દ્વારા માસ્ક નું વિતરણ ચાલુ છે આજે મુન્દ્રા ની જનરલ હોસ્પીટલ માં જન સેવા ના માધ્યમ થી જિલ્લા ક્ષય કચેરી ના અધિકારી અને મુન્દ્રા ના વતની ડો મનોજ દવે ના વરદ હસ્તે માસ્ક નું વિતરણ કરાયું હતું

અહીં ની જનરલ હોસ્પીટલ ના ડો મંથન ફફલ ને માસ્ક સુપ્રત કરાયા હતા અને હોસ્પીટલ માં આવતા તમામ દર્દીઓ ને માસ્ક નું વિતરણ કરવામાં આવશે જિલ્લા ક્ષય કચેરી ના અધિકારી મનોજ ભાઈ દવે એ લોકો ને માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને કોરોના વેક્સીન લેવા ખાસ અનુરોધ કર્યો હતો આજના માસ્ક વિતરણ કાર્યક્રમ માં મુન્દ્રા ના દવા ના વેપારી સમીરભાઈ મહેતા, શંભુભાઈ જોશી અને જન સેવા ના રાજ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા – રિપોર્ટ ઇમરાન અવડીયા