ઠંડી માં ઠુંઠવાતા જરૂરત મંદ લોકો ને ગરમ ધાબળા વીતરીત કર્યા – મુન્દ્રા પી આઈ મિતેષ ભાઈ બારોટ

આજે સવાર થી કડકડતી ઠંડી માં જન જીવન પર વ્યાપક અસર પડી હતી ત્યારે આજે જન સેવા ના માધ્યમ થી મુન્દ્રા પી આઈ મિતેષ ભાઈ બારોટ ગરીબ વસાહત પહોંચ્યા હતા અને ઠંડી માં ઠુંઠવાતા જરૂરત મંદ લોકો ને ગરમ ધાબળા વીતરીત કર્યા હતા આજના દિવસે ધાબળા વીતરીત કરતી વેળા એ મુન્દ્રા પી આઈ મિતેષ ભાઈ બારોટ એ જણાવ્યું હતું કે જન સેવા એ જ પ્રભુ સેવા છે અને છેવાડા ના દિન દુખીયા લોકો ની સેવા કરવી એ જ માનવ ધર્મ છે ઠંડી ની સીઝન માં કોઈ જરૂરત મંદ નું અંગ ઢાંકવું એ સાચી સેવા છે મુન્દ્રા પી આઈ મિતેષ ભાઈ બારોટ એ જન સેવા ની ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા..

આજ ના પ્રસંગે ગરમ ધાબળા માટે અદાણી ગ્રુપ ના એકઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહ ના તાજેતર માં જન્મદિન પ્રસંગે જન સેવા ને ૨૦૦ ધાબળા પ્રાપ્ત થયા હતા એ સંદર્ભે દુર્ગમ વિસ્તાર ના જરૂરત મંદ લોકો ને ગરમ ધાબળા નું વિતરણ કરાયું હતું.

મુન્દ્રા પી આઈ મિતેષ ભાઈ બારોટ ને આજની સેવાકીય પ્રવૃત્તિ માટે વિનંતી કરતા તેઓ એ જરૂરત મંદ લોકો ને ગરમ ધાબળા વીતરીત કર્યા એ બદલ જન સેવા તેમનો આભાર માને છે આજના પ્રસંગે મુન્દ્રા લોહાણા મહાજન ના પૂર્વ પ્રમુખ કપિલ ભાઈ કેસરિયા, અદાણી ગ્રુપ ના રમેશ ભાઈ આયડી, કચ્છ પત્રિકા ના તંત્રી દિલીપ ભાઈ ગોર, રોટરી ક્લબ ના અતુલ ભાઈ પંડ્યા,રમેશ ભાઈ પિત્રોડા પણ સેવાકીય પ્રવૃત્તિ માં જોડાયા હતા આ પ્રસંગે જન સેવા ના રાજ સંઘવી, કપિલ ભાઈ ચોપડા એ જહેમત ઉઠાવી હતી.રીપોર્ટ – ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: