મુન્દ્રા ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

આજ રોજ ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વ પ્રજાસત્તાક દિન ની મુન્દ્રા તાલુકા કક્ષા ની ઉજવણી કરવામાં આવી અને ગ્રામલોકો તથા મુન્દ્રા બરોઇ નગર પાલિકા  પ્રમુખ  કિશોર સિંહ પરમાર  તથા ગ્રામ ના હોદેદારો સાથે દવજ વંદન કર્યું અને તિરંગા ને સલામી આપી હતી ત્યારબાદ બંધારણ ના મુખ નું પઠન  કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે  મુન્દ્રા બરોઇ નગરપાલિકા ના  પ્રમુખ જ્ણાવ્યું હતું કે મુન્દ્રા ને નળતી ટાર્ફિક સમસ્યા ને નગર પાલિકા ને હોદ્દો મળતા દૂર કરવામાં આવી .અને તેમની સાથે ચુટાયેલા‌ સભ્યો અને મીડીયા ના સહયોગ મળતા આ કાર્ય પૂર્ણ કરવામા આવ્યો . અને લારીધારકો  ને રોજી રોટી મળતી રહે તે માટૅ અમે નવી આઝાદ ચોક માર્કેટ  ની વ્યવસ્થા કરી આપી  વધુ માં જ્ણાવ્યું કે  પોપટી ટેક્ષ , વેરા વસુલાત , સહિત ગામ ના લોકો માર્ચ મહિના એન્ડ સુધી ભરી ને પોતાની જાગુત નાગરીક તરીકે ફરજ પૂરી પાડી

આ કાર્યક્રમ માં મુન્દ્રા બરોઇ નગરપાલિકા ના ચિફ્ ઓફિસર શ્રી મહેન્દ્રભાઈ  ,નગર પાલિકા ના પ્રમુખ  કિશોર સિંહ પરમાર  ઉપ પ્રમુખ ચંદ્રિકાબેન પાટીદાર , કારોબારી ચેરમેન ડાયા લાલ આહીર  , મુન્દ્રા શહેર ભાજપ ના પ્રમુખ પણવ ભાઈ જોષી , ભરત ભાઈ પાતરિયા ,કાનજીભાઇ સોધરા , જાવેદ પઠાણ ,અનવર ભાઈ ખત્રી  ,હાજી સલીમ ભાઈ જત , કપિલ ભાઈ  કેસરીયા ,મોહની બેન ચુડાસમા‌,  શિવજી ભાઈ ઝાલા ,વિનોદભાઈ ચુડાસમા ,ભાજપ ના આગેવાનો  ,નગર પાલિકા ના તમામ સભ્યો અને કર્મચારી‌  હાજર રહ્યા હતા – રિપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: