આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન કચ્છ જિલ્લા ના ચેરમેન પદ્દે વરણી

કચ્છ જીલ્લા મહિલા ગૌરવ એવા મુંદરા મહેશ્વરી સમાજ મહિલા સંગઠનના પ્રમુખ શ્રીમતિ કાંતાબેન ભવાનજીભાઈ સોધમ ને સતત પાંચમી વખત આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન કચ્છ જિલ્લા ના ચેરમેન પદ્દે વરણી થતા અહીંના રાજકીય અને સામાજીક લેવલે મહિલા અગ્રણી તરીકે સતત કાર્યશિલ રહેતા કાંતાબેન ભવાનજી સોધમ ને વિવિધ સામાજીક, રાજકીય અગ્રણીઓ, સામાજીક અને ધાર્મિક સંગઠનો વતિ અભિનંદન પાઠવાઈ રહ્યા છે.
આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએન કચ્છ જિલ્લાના ચેરમેન પદ્દે સતત પાંચમી વાર થયેલ વરણી બદલ કાંતાબેન દ્વારા એસોસિએશન નો અને શુભેચ્છા સંદેશ સાથે અભિનંદન પાઠવાનરા તમામ શુભચિંતકો નો આભાર વ્યક્ત કરાયો છે. એ સાથે માનવ અધિકારો માટે મહિલા ઉત્થાન સાથે મહિલાઓ પર થતા અન્યાય અત્યાચાર સામે આવાઝ ઉઠાવવા અને સમાજ ના વિકાસકિય કાર્યોમાં સતત કાર્યશિલ રહી એમના પર દાખવાયેલ વિશ્વાસ ને સાર્થક કરવા સતત પ્રયત્નશિલ રહેવાની નેમ વ્યક્ત કરેલ – રીપોર્ટ ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published.

error: