મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ – ભુજ 

 પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ નાઓએ દારૂ તેમજ જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એય.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ.શ્રી આઈ.એચ.હિંગોરાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન ગઇકાલ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ મુંદરા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે , શ્રીનગર , ગુંદાલા રોડ , બારોઈ તા.મુંદરા મધ્યે આવેલ સોસાયટીમાં ભાડાનું મકાન રાખી હરી વિશ્રામ ગઢવી તે મકાનમાં ગેરકાયદેસર રીતે મંગાવેલ ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખી વિદેશીદારૂનું વેચાણ કરે છે . જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત મુજબની જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નીચે મુજબનો મુદામાલ મળી આવેલ . ભારતીય બનાવટના વિદેશી દારૂની વિગત ( ક.ગ .૨૨,૫૦૦ / – ) મેકડોવેલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલ નંગ – ૬૦ , કી.ગ .૨૨,૫૦૦ / અન્ય મુદામાલ મોબાઇલ ફોન નંગ -૧ કી.ગ .૫,૦૦૦ / હાજર મળી આવેલ ઇસમ હરી વિશ્રામ ગઢવી ઉ.વ. ૩૬ રહે . શેખડિયા તા.મુંદરા , એમ કુલ કિ.રૂા . ૨૭,૫૦૦ / – ના મુદામાલ પકડી રેડ દરમ્યાન હાજર મળી આવેલ ઈસમ વિરૂધ્ધ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: