મુંદરા મહેશ્વરી સમાજ મહિલા સંગઠન ની નવરચના કરવામા આવી

આજ રોજ મુંદરા મધ્યે શ્રી ગુડથર મતિયા દેવ મંદિર પ્રાંગણમા મહેશ્વરી સમાજ મુંદરાની મહિલાઓ દ્વારા સામાજીક ક્ષેત્રે કાર્યરત થવા માટે એક અગત્યની મીટીંગ બોલાવવામાં આવેલ જેમા મુંદરા મહેશ્વરી સમાજમા પ્રથમ વખત મહિલા સંગઠન ની રચના કરવામાં આવેલ હતી.

મુંદરા મહેશ્વરી સમાજની બહેનો દ્વારા મહેશ્વરી સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, કન્યા કેળવણી ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે તેમજ વ્યસનમુક્ત સમાજના અભિયાન સાથે મુંદરા મહેશ્વરી સમાજની બહેનોને સરકારશ્રીના મહિલા બાળ વિકાસની તમામ બાબતો જાગૃત કરી મહેશ્વરી સમાજ ઉત્કર્ષ સાથે સમાજના સર્વાંગી વિકાસમા સહભાગી થવાના ઉદ્દેશ્યો સાથે આજ રોજ મુંદરા નગરમાં સર્વ પ્રથમ વખત મહેશ્વરી સમાજ મહિલા સંગઠન ના હોદ્દેદારશ્રીઓ અને સભ્યશ્રીઓની સર્વાનુમતે વરણી કરાઈ હતી જેમા પ્રમુખશ્રી કાંતાબેન ભવાનજીભાઈ સોધમ, મહામંત્રીશ્રી, મુમલબેન ભરતભાઈ ધુઆ, મંત્રીશ્રી રતનબેન દિનેશભાઈ ગરવા, ઉપપ્રમુખશ્રી દેવલબેન કાનજીભાઈ ધુઆ, સંગઠનમંત્રીશ્રી જયાબેન દામજીભાઈ સોધમ, સહમંત્રીશ્રી નયનાબેન મેઘજીભાઈ સોધમ, સહમંત્રીશ્રી ચાગબાઈ અશોકભાઈ ફફલ તેમજ સલાહકારશ્રી તરીકે કાન્તાબેન હરિભાઈ ઝોલા અને અલ્પાબેન રાજેશ્વરભાઈ મતિયા તેમજ મહિલા સંગઠન સભ્યશ્રીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

મુંદરા મહેશ્વરી સમાજ મહિલા સંગઠન દ્વારા વિવિધ મુદ્દાઓ પર સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવેલ અને આવનારા સમયમાં મહિલા સંગઠનનો વિસ્તરણ કરવામાં આવશે જેમા અન્ય હોદ્દેદારો તેમજ સભ્યશ્રીઓનો સમાવેશ કરવામા આવશે એવું મહેશ્વરી સમાજ મહિલા સંગઠનની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published.

error: