અસામાજિક તત્વો દ્વારા મંદિર માં માતાજી ની મૂર્તિ તોડી પાડવામાં આવી

(કચ્છ – મુન્દ્રા – તારીખ – ૧૭/૧૨/૨૦૨૧ શુક્રવાર)

કચ્છ ના મુન્દ્રા તાલુકા ના વાંકી ગામ માં ત્રીદેવી માતાજી મંદિર આવેલ છે જ્યાં શ્રી આશાપુરા માઁ, શ્રી મોમાઈ માઁ અને શ્રી રવેચી માતાજી બિરાજમાન છે જે ગ્રામજનો ની શ્રદ્ધા અને આસ્થા નું પ્રતીક માનવામાં આવે છે ત્યારે ગઈકાલે બપોર ના અરસામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા મંદિર માં બિરાજમાન માતાજી ની મૂર્તિઓ તોડી પાડવામાં આવેલ છે માતાજી ના મસ્તક અને હાથ એકદમ જુદા પાડી તોડી નાખવામાં આવેલ છે જેના કારણે સમગ્ર હિન્દૂ સમાજ અને ગ્રામજનો ની લાગણી દુભાઈ છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે

આ બાબતે ગ્રામજનો દ્વારા આવા અસામાજિક તત્વો વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે મુંદરા – માંડવી ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ને ઘટના ની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસ તંત્ર પગલાં લે અને અસામાજિક તત્વો ને પકડે એવી રજુઆત કરવામાં આવી હતી સંજય બાપટ ગોરક્ષા દળ ગુજરાત પ્રદેશ યુવા શાખા પ્રદેશ મંત્રી અખિલ ભારતીય નવયુગ સંસ્થા તાલુકા પ્રમુખ મુંદરા પરશુરામ સેના પ્રમુખ મુન્દ્રા તાલુકા એ પણ તંત્ર ને આવેદનપત્ર આપી અસામાજિક તત્વો પર કડક માં કડક કાર્યવાહી કરવાની માંગણી માટે લોકો ને એકત્રિત થવા જણાવ્યું હતું

આવા અસામાજિક તત્વો ને પકડવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા ખાસ સૂચના થી તપાસ ચાલી રહી છે અને  કચ્છ જિલ્લાના DYSP શ્રી પંચાલ સાહેબ પણ ગામ નો માહોલ ન બગડે અને ગામમાં શાંતિપૂર્ણ બની રહે તે માટે ઘટના સ્થળ પર પહોંચી ને નિરીક્ષણ કર્યું હતું અને આવા અસામાજિક તત્વો જલ્દીથી પકડાઈ જશે  એવી ખાતરી આપી હતી. એકબાજુ ગ્રામપંચાયત ની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે અમુક અસામાજિક તત્વો ગામનો માહોલ અને ગામમાં ભાઈચારો બગડે એવું ઈચ્છી રહ્યા છે એવું લાગી રહ્યું છે. અહેવાલ – કપિલ વ્યાસ મુન્દ્રા – કચ્છ.

Leave a Reply

Your email address will not be published.

error: