નવીનાળના આરોગ્ય કર્મચારીની જિલ્લા બદલી થતા વિદાયમાન અપાયું

મુંદરા, તા – ૦૬/૧૦/૨૦૨૨ તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા કાંડાગરાના નવીનાળ સબ સેન્ટરના આરોગ્ય કર્મચારી તુષાર ડી. દવેની ભાવનગર જિલ્લામાં માંગણી મુજબ બદલી થતા ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું. તાલુકા સુપરવાઈઝર હરિભાઈ જાટીયાએ કોરોનાના કપરા કાળમાં તેમણે કરેલી કામગીરીને બિરદાવી સાલ પહેરાવી સન્માન કર્યું હતું. જ્યારે હેલ્થ સુપરવાઈઝર પ્રકાશ ઠક્કરે તેમણે ઘરે ઘરે ફરીને લોકોની કરેલ સેવાની નોંધ લઈને સરાહના કરતા સુકનમાં નાળિયેર સાકર આપી શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય સમારંભમાં તાલુકાના તમામ પુરુષ આરોગ્ય કર્મચારીઓ સહભાગી બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: