હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર એ તાત્કાલિક ઇજનેરો અને કોન્ટ્રાક્ટરો ની મીટીંગ બોલાવી તાત્કાલિક અટકાયેલા કામ શરૂ કરવા આદેશ કર્યો

હળવદ નગરપાલિકા ના નવનિયુક્ત ચીફ ઓફિસર પાંચાભાઈ માળી એ ચાર્જ સંભાળતા ની સાથે જ એક અઠવાડિયા માં જ  હળવદ નગર પાલિકા  ની સકલ બદલી નાખી સમગ્ર સ્ટાફ ને એકશન મોડમાં લાવી કામગીરી કરવામાં આવી રહી છે,મંગળવારે ઇજનેરો તેમજ જે એજન્સીઓ ને વિકાસ ના કામો સોંપવામાં આવ્યા છે તે કંપની ના કોન્ટ્રાક્ટરો ની ચીફ ઓફિસર એ  તત્કાલ મીટીંગ બોલાવી કામો અંગે ચર્ચા કરી કામો ઝડપી થાય એ માટે સુચના આપી અને વિકાસ લક્ષી કામો ની સમીક્ષા કરી હતી.

કામો વર્ક ઓર્ડર આપ્યા પ્રમાણે કામ સમયસર અને ગુણવત્તાયુક્ત થાય એ હેતુ થી અને કામ  પ્લાન એસટીમેંટ  અને સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કરી યોગ્ય રીતે થાય એ ચીફ ઓફિસર એ  કોન્ટ્રાક્ટરો અને ઇજનેરો ને આદેશ કર્યો.બાકી પડેલા જુના કામો પણ ઝડપ થી નિકાલ થાય એ અંગે સૂચન કર્યું હતું. ચીફ ઓફિસર  દ્વારા ઇજનેરો અને કોન્ટ્રાક્ટરો ને કહેવામાં આવ્યું કે જો કામ માં કોઈ પણ જાત ની ખામી રહેશે તો એ ચલાવી લેવામાં નહિ આવે અને સમય મર્યાદા માં કામ પુર્ણ કરવા જણાવાયું હતું. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: