મોરબી ખાતે પત્રકાર સંઘ ની મિટીંગ મળી સર્વે પત્રકારોએ પ્રજા ચિંતન પ્રશ્ન અંતર્ગત ચર્ચા વિચારણા કરી

મોરબી: મોરબી શહેર જિલ્લાના વિવિધ પ્રજા ચિંતન પ્રશ્નો અંતર્ગત પત્રકાર સંઘ દ્વારા નિર્ણય લેવાયો છે જેમાં સરકારી અધિકારીઓ અને પ્રજા વચ્ચે ની રાષ્ટ્રહિત સમાજ હિત વિવિધ પ્રજાહિત યોજનાઓ અંતર્ગત ખરા અર્થ એ પવિત્ર પત્રકારી ક્ષેત્રે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા સાથે સાથે લોક પશ્ન અને પ્રશાસન વચ્ચે સાકળ બનીને લોકો નો અવાજ બનવાનું માધ્યમ બનવું તેવો નિર્ધાર કર્યો છે. તેમજ મોરબી જિલ્લા પત્રકાર સંઘ ના સભ્યો માટે ના વિવિધ પ્રશ્નો અંતર્ગત સર્વે પત્રકારોના મંતવ્ય મુજબ નિર્ણય લેવાયો છે જેમાં મોરબી જિલ્લા પત્રકાર સંઘ દ્વારા મિટિંગ મોરબી મીડિયા હાઉસ ખાતે નવા બસ સ્ટેન્ડ પાસે તારીખ ૨૩-૧-૨૦૨૨  ના રોજ  બપોરે ત્રણ વાગ્યે યોજવામાં આવેલ 

જેમાં પત્રકાર સંઘ માં પ્રેસ/મીડિયા સાથે જોડાયેલા તમામ  સભ્યને સહિત અન્ય જોડાવા ઇચ્છુક પત્રકારો, અખબારી એજન્ટ, તેમજ અખબાર વિતરક ફેરિયાઓ પણ મોરબી જિલ્લા પત્રકાર સંઘમાં સભ્ય પદ પ્રાપ્ત કરી શકે છે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી પ્રેસ મીડિયા સાથે કાર્યરત રહેલા વ્યક્તિઓને યોગ્ય સ્થાન આપવા માટેનું આ સંગઠનમાં પત્રકાર સંઘ દ્વારા નિર્ણય કરાયો હતો. તેમજ  દર મહિને આર્થિક ફંડ રૂપે એક રકમ એકત્ર કરવી  જે રકમ તમામ સભ્યોના હિત હક અધિકાર માટે ઉપયોગમાં લેવા માટે આયોજન કરાશે એવું પણ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. જેથી મિટિંગમાં સર્વેની સહમતિથી પ્રજા ચિંતન કાર્ય સાથે પ્રેસ મિડીયા સાથે જોડાયેલા સભ્યોને આર્થિક પ્રશ્ન અંતર્ગત મોરબી જિલ્લા પત્રકાર સંઘ યોગ્ય માર્ગદર્શન પુરું પાડવાના પ્રયાસો કરશે. 

તેમજ સર્વે સભ્યો મોરબી જિલ્લા પત્રકાર સંઘ નો લોગો પોતાના વાહનમાં લગાડવા અંતર્ગત આપવામાં આવશે. (૪) કોઈ પણ જગ્યાએ સંધ ભાવના જળવાઈ રહે તે માટે સંઘ સાથે જોડાયેલ દરેક પત્રકાર મિત્રોએ સાથે વર્ક કરવું. (૫) આ એજન્ડા બાબતે કોઈ ફરિયાદ હોઈ તો દિવસ બે માં જાણ કરવી ઉપરોક્ત મિટીંગ માં હાજર સભ્યો શ્રીકાંતભાઈ પટેલ, આરીફ દિવાન, હિતેષભાઈ કારીયા, રફીકભાઈ અજમેરી, ધવલ ત્રિવેદી, જનકભાઈ રાજા, આમદશા શાહમદાર, મોમદશા શાહમદાર, ઈદ્રીશભાઈ સરવદી, અશોકભાઈ ખરચરીયા, અને મયુરભાઈ પિત્રોડા સહિતના સભ્યો હાજર રહા હતા. રિપોર્ટ – ઈરફાન પલેજા મોરબી

Leave a Reply

Your email address will not be published.

error: