હળવદ પોલીસ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ આડેધડ પાકૅ કરેલા વાહન ચાલકો, ગેરકાયદેસર દબાણો કરનાર સામે લાલ આંખ

હળવદમાં માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા હલ કરવા હળવદ પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને વેપારીઓને તાકીદ કર્યા. કોઈ ની પણ શેહશરમ રાખ્યા વગર આગામી દિવસમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે: હળવદ પીઆઇ

હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની ગઈ હતી આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી પડતી હતી ત્યારે હળવદ પોલીસ એક્શન મોડમાં આવતા દશામાના મંદિરથી ધાંગધ્રા દરવાજા સુધી પીઆઇ અને સ્ટાફના માણસો દ્વારા ટ્રાફિકને અચાનક અને ધડ પાર્ક કરેલા વાહન ચાલકો અને રોડ પર કરેલા દબાણ કર્યું હોય તેવા વેપારીઓ અને લારી ગલ્લા વાળાને ટ્રાફિકના મામલે સાવચેતી કર્યા હતા,૧૦ થી વધારે વાહન ચાલકોને હાજર મેમો દંડ ફટકાર્યો હતો,હળવદ ધણા સમય બાદ હળવદ પોલીસ દ્વારા ટ્રાફિકમાં ઝુંબેશ હાથ ધરતા આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.વી‌.પટેલ, પીઆઇ. ડી.એમ. ઢોલ તેમજ પીએસઆઇ એમ.જે.ધાધંલ, તથા સ્ટાફ દ્વારા મેઈન બજાર,બસ સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં મોટરસાયકલ દુકાનની આડે રાખતા તેઓને તાકીદ કર્યા હતા તેમજ દુકાનદારો વેપારી અને દુકાનદારો વેપારીઓ લારી ગલ્લા વાળા પાસે આગળ ઉભી રાખીને પૈસાઓમાં ભાડા વસુલાત હોય તેઓને પણ દબાણ દુર કરવા તાકીદ કર્યા હતા. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ઢોલ ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે હળવદ શહેરમાં દુકાનદારો દ્વારા રોડ ઉપર લારીગલા રાખાવીને પૈસા લેતા હોય છે અને અન્ય લોકોને ટ્રાફિક રૂપ થતા હોય છે, ત્યારે હવે પછી લારીગલાવાળા સામે તેમજ દુકાનદારો સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આગામી દીવસમાં હજુ પણ ટ્રાફીક ઝુંબેશ ચાલું રહેશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: